સિકલ સેલ અને અદિવાસી વિસ્તાર
Dr Dexter's Diary SICKLE CELL AWARENESS FOUNDATIONS ==== સિકલ સેલ સામેની એક જંગ જે આદિવાસીઓ અને આદીવાસી વિસ્તારોના રહેવાસીઓ લડી રહ્યા છે..આમતો હાલમાં આદિવાસી વિસ્તારો ઘણી બધી બાબતો સામે ઝઝુમી રહ્યા છે પરંતુ આજે હું ફક્ત સિકલ સેલ સામેના જંગનીજ વાત કરીશ.... સિકલ સેલ એ એક જટીલ રોગ છે.વારસાગત હોવાથી પેઢીઓ દર પેઢીઓ ફેલાતોજ રહે છે અને બીજું કે આને મટાડવાનો કોઈ ઈલાજ ન હોવાથી આદીવાસી વિસ્તરોમાં ફેલાતોજ રહયો છે અને આજે એની અંદાજીત સંખ્યા 20 થી30 % છે એટલેકે 100 આદીવાસીઓ માંથી 20 થઈ30 જણ ને અંદાજીત સિકલ સેલ હોઈ શકે અને એમાંથી 1% જેટલા સિકલ સેલ એનિમિયા વાળા હોઈ શકે...વિચારો કે આ સંખ્યા જો આપણે જાગૃત નહીં બનીએ તો શું હાલત થશે આવનાર ભવિષ્યમાં આદિવાસી સમાજની...??? અંધશ્રદ્ધા, વ્યસનો,શિક્ષણનો અભાવ,રોજગારી ની ઉણપ,રોજગારી માટે વતનમાંથી શહેર તરફ પ્રયાણ...કુપોષણ... વિગેરે.... આમતો સરકાર શ્રીના આરોગ્ય વિભાગ તરફથી આ સિકલ સેલ ના રોક થામ માટે ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ આજે પણ જેવું જોઈએ એવું પરિણામ નથી મેળવી શક્યા...એ માટે ઘણા પરિબળો જવાબદાર છે પરંતુ સૌ...