સિકલ સેલ અને મલેરિયા ની ચર્ચા

#Dr Dexter's 
#SickleCellDiary
#SickleCellAwarenessFoundation
========
સિકલ સેલ અને મલેરિયા..?
 મિત્રો એમ જોવા જઈએ તો સિકલ સેલ અને મલેરિયાને બો જૂનો સંબંધ છે...સિકલ સેલનો ઉદ્દભવજ મલેરિયા થકી થયો છે..એક સાયન્ટિફિક પ્રુફ રૂપે એવું સાબિત થયું છે કે વર્ષો પહેલા જયારે મલેરિયા માટે કોઈ દવાની શોધ નહોતી થઈ તે વખતે જંગલમાં રહેતા આદિવાસીઓને જંગલમાં વધુ મચ્છરોના ઉપદ્ધવને લીધે મલેરિયા વધુ  પ્રમાણમાં થતો અને દવાની શોધ તે સમયે નહોવાથી આ મલેરિયા ને લીધે જંગલમાં રહેલ લાખો લોકો મૃત્યુ પામતા જેથી સમય જતાં શરીરમાં મલેરિયા સામે સ્વરક્ષણ માટે જે  જિનેટિક mutation થયુ તેને સિકલ સેલ માટેનું ઉધભવ સ્થાન કહેવામાં આવે છે..
    સિકલ સેલ ટ્રેટ(50%)ને થોડા અંશે ઝેરી મલેરિયા થવાની શક્યતા ઓછી હોઈ છે.હા બીજા type ના મલેરિયા થવાની શક્યતા સરખીજ હોઈ છે..
  •         જ્યારે સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તિને હમેશા મલેરીયાથી રક્ષણ મેળવું જોઈએ કારણ કે  મલેરિયા મોટે ભાગે આ સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તિઓ માટે જીવલેણ સાબિત થતા હોઈ છે.જેથી આ વરસાદની સીઝનમાં જયારે મચ્છરોનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોઈ છે તો મલેરિયાથી બચવું વધુ હિતાવહ છે..

Comments