આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા
$SickleCellDiary
SICKLE CELL AWARENESS FOUNDATIONS
============
સિકલ સેલ એ એક વારસાગત લોહીની બીમારી છે અને આ બીમારી વિશે આદિવાસી વિસ્તરોમાં રહેતા દરેક વ્યક્તિએ જાણવું અને સમજવું જરૂરી છે...કેમ કે આ એક એવી બીમારી છે જેનો કોઈ ઈલાજ નથી અને દિન પ્રતિદિન આ વિસ્તારોમાં વધી રહયો છે....
તો આ સિકલ સેલ ને આગળ વધતા રોકવા શુ કરવું...???
1.આદિવાસી વિસ્તારમાં રહેતા દરેક વ્યક્તિને સિકલ સેલ વિશે સચોટ અને એમને સમજાય એ ભાષામાં માર્ગદર્શન આપવું અને દરેક વ્યક્તિને સિકલ સેલ ટેસ્ટ કરાવવા સમજાવવું....સિકલ સેલ ટેસ્ટ દરેક સરકારી દવાખાનામાં મફત કરી આપવામાં આવે છે અને જો ખાનગી લેબોરેટરીમાં કરાવવામાં આવેતો પણ એની કિંમત 100 રૂ થી વધારે નથી...જેથી દરેક વ્યક્તિએ સિકલ સેલ ટેસ્ટ કરાવવો જોઈએ.
2. સિકલ સેલ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત દરેક આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ ટેસ્ટ કરવા માટે અલગ અલગ NGO ને કામ આપવામાં આવ્યું છે તો આ લોકો પણ તમને ઘરે કે સ્કૂલમાં આવી ફ્રી માં ટેસ્ટ કરી આપે છે...
3 SICKLE CELL CONTROL PROGRAMMA અંતર્ગત જે સિકલ સેલ ટેસ્ટીગ નું કામ જે તે NGO ને વિસ્તાર પ્રમાણે કામની વહેંચણી કરવામાં આવી છે તે કામનું નિરીક્ષણ જે તે વિસ્તારના જાગૃત વ્યક્તિઓને સાથે રાખી કરવામાં આવેતો ઘણું સારું પરિણામ મેળવી શકાય..
3 સ્કૂલ કૉલેજ અને દરેક શિક્ષણિક સંસ્થાઓમાં દર વર્ષે સિકલ સેલ જન જાગૃતિના સેમિનારો કરવા તથા સિકલ સેલ ટેસ્ટ કરાવવાની વ્યવસ્થા કરવી જોઈએ જેથી ટાર્ગેટ ગ્રુપ ને વધુ સારીરીતે સિકલ સેલ વિશે સમજાવી શકાય...
4 સિકલ સેલ જાગૃતિના મોટા બોર્ડ લગાડવા જ્યાં લોકો એકત્રિત થતા હોઈ...
5
Comments
Post a Comment