સ્ત્રીઓ ના જીવન પર સિકલ સેલની અસરો

 #SickleCellDiary

#internationalwomensday 


======


સિકલ સેલ ની અસરો સ્ત્રીઓના જીવન પર....


  એમ જોવા જઈએ તો સિકલ સેલ એક Genetic Autosomal Recessive Disorder છે..મતલબ કે આ બીમારી સ્ત્રી અને પુરુષ એમ બન્ને ને સરખા પ્રમાણમાં થઈ શકે...પરંતુ મારા અનુભવ અને લોકો સાથે ચર્ચા દ્વારા જે મેં અનુભવ્યું છે તે તમને કહી રહ્યો છું..


    સિકલ સેલ ની શારીરિક અસરો સ્ત્રીઓ પર વધારે ત્યારે જોવા મળી છે જ્યારે સ્ત્રીની ઉંમર 16 થી 45 વર્ષ( હોર્મોનલ બદલાવ) ની ઉંમરમાં સિકલ સેલ crisis(pain,) વધારે જોવા મળે છે..જ્યારે નાની ઉંમરના બાળકોમાં એક સરખાજ crisis થવાના કારણો છે...પરંતુ સ્ત્રી જયારે reproductive age માં હોઈ ત્યારે જેવુ કે ( Menstruations, Pregnancy,Psychological & Social Effect,Merrage & carrier ) વિગેરે પરિબળો આ સિકલ સેલ crisis માટે જવાબદાર છે..


    આ બધા માટે જો કોઈ પરિબળ વધારે જવાબદાર હોઈ તો એ છે સિકલ સેલની જાણકારીનો અભાવ..સિકલ સેલની જાણકારી ફક્ત જેને સિકલ સેલ છે એણે લેવી એવું નથી પરંતુ સિકલ સેલની જાણકારી સમાજના દરેક વ્યક્તિને આપવી એટલીજ જરૂર છે...જ્યારે સમાજનો દરેક વ્યક્તિ આ સિકલ સેલ માટે જાગૃત હશે તોજ હકારાત્મક બદલાવ લાવી શકાશે... અમે સમાજમાં સિકલ સેલ માટે આ હકારાત્મક બદલાવ લાવવા માટે પ્રયત્નશીલ છે....તમારા સાથ અને સહકાર ની અપેક્ષા સાથે..સિકલ સેલ સાથે જીવી રહેલ દરેક  બહેનોને આત્મનિર્ભર અને તંદુરસ્ત સાથે શિક્ષિત બનાવવા માટેના પ્રયાસો જરૂરી છે..


આભાર...

Comments

Popular posts from this blog

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ પર કાવ્ય રૂપી વાત