સિકલ સેલ પર કાવ્ય રૂપી વાત
Dr Dexter's sickle cell Diary
=====
હું છુ સિકલ સેલ ???
જંગલો અને પહાડોમાં હું જોવા મળું છું..અંદાજે 30 ટકાથી પણ વધારે આદિવાસી લોકોમાં હું જોવા મળું છું.. વિશ્વનો પ્રથમ વારસાગત રોગ હું છું...ને પુરા વિશ્વમાં મારી હાજરી છે..
1910 માં ડો જેમ્સ હેરીકે મને વોલ્ટર નોએલ નામના વિદ્યાર્થીના લોહીમાં શોધી કાઢ્યો હતો ...અને 1922 માં ડો મેશને મને સિકલ સેલ એનિમિયા નામ કરણ કર્યું હતું...મને ભારતમાં 1952 માં તામિલનાડુ રાજ્યના આદિવાસી વિસ્તાર નીલગિરી હિલ માં પ્રથમ વખત શોધી કાઢવામાં આવ્યો હતો...અને હું એક વારસાગત લોહીનો રોગ છુ એમ કહી મને લોકો લોહીનો સિકલીગ ટેસ્ટ કરાવી શોધી કાઢે છે...
મારો પ્રકાર ટ્રેટ છે કે ડીસીઝ તે જાણવા લોકો HPLC Test કરાવે છે.. હું જયારે ક્રાયસીસ ફેસમાં હોવ છું ત્યારે અસહ્ય સાંધા અને શરીરમાં પીડા ઉતપન્ન કરું છું...ને શરીરને ફિક્કું પાળીને શરીરમાં લોહી ઓછું કરી નાખું છુ... તમે છતાં મને ઓળખી નથી શકતા એ ભોળા આદિવાસીઓ..???.હું એ રોગ છુ જે તમારા અસ્તિત્વને ધીરે ધીરે ખતમ કરી રહ્યો છું...પણ મારી મોજુદગી નો તમને આભાષ નથી...??? ન જાણે કેટલાયે સરકારી પ્રોગ્રામમાં મારા નામે અઢળક રૂપિયા જતા રહ્યા છે પણ હું હજુપણ એવોને એવોજ મોજૂદ છું... કેમ કે મને આગળ વધતા રોકવા મારી વિશેની જાણકારી નો અભાવ છે તમારામાં....હું ડો dexter( sickle cell awareness foundation) જેવા સંગઠનોથી ડરું છું... કેમ કે એ લોકો મારી વિશે સાદી અને સરળ ભાષામાં મને કેવી રીતે આગળ વધતા નાથી શકાય તે આમ લોકો સુધી જાણકારી પોહચાડી રહ્યા છે ને મને લગ્ન કરતા પહેલાજ સિકલ સેલ ની જન્મ કુંડળી મેળવી લેવા લોક જાગૃતિ લાવી મને હંફાવી રહ્યા છે...સિકલ સેલ જન જાગૃતિ લાવવા આ માણસ એક Dr Dexter નહિ પણ હજારો Dexter જેવા vollentiers સિકલ સેલ ટ્રેનિંગ દ્વારા તૈયાર કરી રહ્યોં છે...હવે જોવું એ રહ્યું કે હું જીતું છું કે પછી એની સિકલ સેલ રોકવાની આરાધના જીતે છે....પણ મને કોઈ ટકકરનો મળ્યો છે એ વાત હું કબુલ કરું છું...બોલો હું કોણ છું...મને ઓળખો હું સિકલ સેલ છુ... જેનું અધિપત્ય આદિવાસી સમાજ પર 30 % પણ વધારે છે....મને જો નાથવો હોઈ તો મને જાણો અને સમજો.... નહિ તો હું તમને સમજી ગયો છે...બસ હુંજ છુ સિકલ સેલ....
Dr Dexter की लफ़्ज़ों से।।।।
Comments
Post a Comment