સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત

 #sicklecelldiary 

   સિકલ સેલ ને રોકવા માટે જે અત્યંત જરૂરી પગલું છે તેમાનું એક છે લગ્ન પહેલા સિકલ સેલ કુંડળી મેળવી લગ્ન કરવા જોઈએ પરંતુ આ એક એવી સામાજિક બાબત છે કે જો તમે કહો કે મને સિકલ સેલ છે એટલે વાત અહિયાંથીજ પુરી થઈ જાય છે લગ્ન ની વાત છોડો લોકો સિકલ સેલ છે એ સાંભળીનેજ ત્યાંથી ચાલતી પકડે છે.. માટે માં /બાપ કે પોતે આ સિકલ સેલ ની વાત છુપાવવી પડે છે.. આનું સમાધાન શુ??. આનું સમાધાન એકજ છે સમાજ અમે આજુબાજના લોકોને સિકલ સેલ ની સાચી સમજણ આપી ને તૈયાર કરવા પડશે..

      સિકલ સેલ ડિસીઝ બાળક ત્યારેજ અવતરણ પામશે જયારે બન્ને પેરેન્ટ્સ( માતા/ પિતા ) ને સિકલ સેલ હશે(સાથે થેલેસેમિયા ને ચેક કરવો જરૂરી છે ). જો બન્ને માંથી એકને સિકલ સેલ ના હોઈ તો બાળક સિકલ સેલ ડીસીસ વાળું આવવાનું નથી.. માટેજ આપણે સિકલ સેલ કુંડળી મેળવી લગ્ન કરવાની સલાહ આપીએ છીએ.. જો આપણે આ બાબત પર ગંભીરતા થી વિચાર નહિ કરીયે તો આવનાર ભવિષ્ય આદિવાસી સમાજ ના અસ્તિત્વ માટે એક ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થશે

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા