આદિવાસી વિસ્તારોમાં કોરોનાની અસરો

#Dr Dexter's 
#SickleCellDiary
#PainNotAgain
#IndiaFightAgainstCorona
===
#Dr Dexter's ની આદિવાસી સમાજ સેવક સાથેની ચર્ચા માંથી...
#કોરોના મહામારી અને આદિવાસી વિસ્તારના લોકો...
           #આજે વાત કરી રહ્યો છું આદિવાસી વિસ્તારો અને આદિવાસી લોકો પર કોરોના નો કહેર...
   આજે પૂરો ભારત દેશ કોરોના નામક મહામારીનો ભોગબનતો જઈ રહ્યો છે..દેશમાં lockdown હોવા છતાં કોરોના પોતાની જાળ વધારેને વધારે આગળ વધારી રહ્યો છે..3 મેં 2020 પછી દેશમાં lockdown હળવો થશે..પરંતુ આ કોરોના વાયરસ એમ આપણા દેશ માંથી જવાનો નથી..એની અસરો લાંબા સમય સુધી ચાલશે...કોરોનાએ આપણાને ઘણું બધું શીખવી દીધું છે..હમણાં સુધી ગામડાઓ અને આદિવાસીઓ આ કોરોના મહામારીથી બેફિકર હતા એ પણ હવે થોડા કોરોનાના કેશ પોઝિટિવ આવતા ફફડી ઉઠ્યા છે.અને.સતર્ક થઈ ગયા છે...
     આદિવાસી વિસ્તારો અને ગામડાઓમાં આ મહામારીની અસરો ઓછી દેખાસે એવું લાગી રહ્યું છે..યુવાનો થોડા જવાબદાર બનતા દેખાઈ રહ્યા છે..આદિવાસીઓ પોતાની રૂઢિ અને પરંપરાઓ અને રહેણીકરણીથી રક્ષાયેલા રહેશે..
  આજે વાત કરીશ એ લોકોની જેઓ ગામડાઓમાંથી આવીને શહેરોમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે..દક્ષિણ ગુજરાતની વાત કરૂંતો આ આખો વિસ્તાર મોટાભાગે આદિવાસી બહુલ વિસ્તાર કહી શકાય( અંબાજી થી ઉમરગામ સુધી)જયાં ગામો મોટાભાગે આદિવાસીઓ બહુલ છે..આદિવાસી વિસ્તારના આરોગ્ય વ્યવસાય સાથે જોડાયેલ આરોગ્ય કર્મીઓમાં મોટે ભાગે નર્ષિગ સ્ટાફ,ડૉક્ટર વિગેરે છે..એમ જોવા જઈએ તો કોરોના front line worrier માં કામ કરતા વ્યક્તિઓમાં આદિવાસી વિસ્તારના ઘણા પોલીસ, ડૉક્ટર અને સિસ્ટર છે..બધાના નામ લેવા મુશ્કિલ છે..પરંતુ દેશના દરેક કોરોના worrier ને સલામ...
  આ મહામારીએ હવે ગામડાઓ તરફ લોકોને નઝર મારતા કરી દીધા છે..જે લોકો પોતાના ગામ તરફ નહોતા જતા એપણ હવે પોતાના ગામ તરફ પ્રયાણ કરી રહ્યા છે..ગામો પોતાની લાક્ષણિકતાઓ પ્રમાણે રહેશે તો વધુ વાંધો નથી..ગામ ને ગામજ રહેવા દેજો..એને શહેર બનાવવાની કોશિશ નહિ કરતા..હા મૂળભૂત સેવાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ જેવીકે સ્વચ્છ પાણી,ગટર લાઇન,સંડાસ અને બાથરૂમ,આરોગ્ય સેવા અને શિક્ષણ ,સાથે રોજગારી માટે લઘુ ઉદ્યોગ વિગેરે પર ધ્યાન આપવું રહ્યું..ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એટલે એને ખેતી પ્રધાનજ રહેવા દેવો જોઈએ...આ કોરોનાએ આપણને સરકારી કર્મચારીઓ, સ્વયંમસેવકો અને ખેડૂતનું મુલ્ય સમજાવી દીધું છે...
#મારો દેશ આ કોરોના સામેની જંગ જીતશે પણ અને અમે આગળ પણ વધીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી..નાત,જાતમાં ભલે અમે વહેંચાયેલા છે પરંતુ જ્યારે દેશનો સવાલ આવે ત્યારે અમે બધા ભારતીય છે..અમારા દેશને કોઈ તાકાત હરાવી નહિ શકે..આ કોરોનાની તો વિસાત જ શુ ?? છે...

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત