SickleCell pt life span

#Dr Dexter's 
#SickleCellDiary
#PainNotAgain
========
સિકલ સેલ ધરાવતા વ્યક્તિનું આયુષ્ય કેટલું ?

    મને આ પ્રશ્ર્ન લોકો દવારા વારંવાર પુછવામાં આવે છે .

 જીવન અને મૃત્યુ એ આ પૃથ્વીપર મનુષ્ય જાતે નક્કી નથી કરી શકતો.હા એટલું જરૂર કહીશ કે જેટલું આ પૃથ્વી પર જીવન જીવો તે તમારા માટે અને બીજા લોકો માટે મદદગાર અને કલ્યાણકારી હોઈ.

     હવે વાત કરું સિકલ સેલ ની

- સિકલ સેલ ટ્રેટ ધરાવતા વ્યક્તિનું  આયુષ્ય કે જીવન એક સામાન્ય વ્યક્તિ જેવુંજ હોઈ છે.

- સિકલ સેલ ડિઝીઝ(એનિમિયા) ધરાવતા વ્યક્તિએ પોતાનું આયુષ્ય વધારે અને તંદુરસ્ત રાખવા નીચે જણાવેલ પરિબળો પર મુખત્વે આધાર રાખે છે.

1)  નિદાન કયારે થયું.                                                                                                            . 2) સારવાર સિકલ સેલના નિષ્ણાત ડૉક્ટર પાસે ચાલે   છે કે નહીં અને સારવાર તરત કરેલ છે કે નહીં

3) સારવાર અને સલાહ નિયમિત લેવી

4) દર્દીનો જીવન પ્રત્યેનો અભિગમ

  - સિકલ સેલ એનિમિયા સાથે જીવન જીવવાની કળા...
 - પૌષ્ટિક આહાર લેવો અને સાત્વિક વિચારો કરવા.
-   દિવસ દરમિયાન 15 થી 20 ગ્લાસ સ્વછ પાણી પીવું.
  -  હકારાત્મક વિચારો કરવા અને એનો જીવનમાં અમલ કરવો.
 -  અતિશય મેહનત વાળું કામ નકરવું.
-  મલેરિયા નથાય તેની કાળજી રાખવી.
 - જો શરીરમાં તાવ , દુખાવો  કે સાંધા નો દુઃખવો થાઈ તો દુઃખાવાની ડોક્ટરે આપેલી ગોળી લેવી અને આ મટે તો ડોક્ટરને અવશ્ય બતાવવા જવું.
- દર 3 મહિને  શરીરમાં  લોહીના ટકા કેટલા છે તે જાણવા માટે (CBC ) લેબોરેટરી ટેસ્ટ કરાવવો.
- TAB FOLIC ACID ની ગોળી દરોજ લેવી
- TAB HYDROXYUREA જો તમારા ડોક્ટર શ્રીએ ચાલુ કરી હોઇ તો લેવી.
- TAB IRON ની ગોળી લેવી નહીં ફક્ત ડિલિવરી(Pregnency) ના સમયમાં લેવી.
આ થોડી નાની તકેદારી તમને મોટી મુસીબતોથી બચવામાં મદદ કરશે.
- મારુ ચોક્કસ પણે માનવું છે કે સિકલ સેલ એનિમિયા ધરાવતા લોકો જો કાળજી પૂર્વક નું જીવન જીવે તો ચોક્કસ લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકે.

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત