સિકલ સેલ એક સફર

## સિકલ સેલ એ આદિવાસી વિસ્તાર માટે એક મોટી મહામારી અને વિટબના...Dr Dexter ની કલમે.....

ગુજરાત અને મહારાષ્ટ્ર ની બોર્ડર પર આવેલ એક આદીવાસી ગામ જેનો સમાવેશ સાગબારા તાલુકા માં કરવામાં આવ્યો છે,આમતો નર્મદા જિલ્લો અને ગુજરાત નો ભાગ કહેવાય પરંતુ આદિવાસીઓ મૉટે ભાગે આવા સરહદી ભગલામાં માનતા નથી અને જોવા જઈએ તો ભારત ના મોટા ભાગના આદિવાસી વિસ્તારો માં આવીજ પ્રથા ચાલુ છે.આ લોકોનો  રોજિંદો વ્યહાર મૉટે ભાગે મહારાષ્ટ્ર ના ગામો સાથે વધારે હોય છે.

 એક સામાન્ય કુટુંબ ની વાત છે જેમાં આશરે 7 લોકોનો પરિવાર છે.પતિ અને પત્ની ,3 બાળકો જેમાં 1 છોકરો અને 2 છોકરીઓ,અને વૃદ્ધ માં અને બાપુજી.આ લોકો કુદરતી વાતાવરણ માં થોડી જમીન,પશુ 5 te અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે અને હસી ખુશી થી રહે છે પરંતુ એક દિવસ નાની દીકરી બીમાર પડતા શહેર ના ખાનગી દવાખાને બતાવવા લઈ જાય છે.ડોક્ટરો એ બ્લડ ટેસ્ટ કરી સિકલ સેલ બીમારી નું નિદાન કર્યું અને આ બીમારી ને લીધે શરીર માં લોહીની અછત ના કારણે અશક્તિ આવી ગઈ છે એવું જણાવામાં આવ્યું.

    અને આ કુટુંબની પડતી આ દિવસથી ચાલુ થઈ કારણ એટલુંજ કે આ કુટુંબને સિકલ સેલ વીશે સાચી માહિતી ન હતી અને સારવાર કરનાર ડોક્ટર એ આ કુટુંબ ને સાચી અને સ્પષ્ટ માહિતી આપી શક્યા નહીં…

  મારે તમને આ વાખ્યાં કહેવાનો ફક્ત એકજ ઈરાદો છે કે સિકલ સેલ ની બીમારી વિશે સાચી અને સ્પષ્ટ માહિતી રાખો અને માહિતી ના હોયતો એવા ડોક્ટરની સલાહ લો કે જે સિકલ સેલ વિશે માહિતગાર હોઈ….

     સિકલ સેલ નામની મહામારી આદિવાસી સમાજ અને વિસ્તારને ધીરે ધરે પોતાના સકંજામાં લઈ રહ્યો છે …..જેથી કરી સિકલ સેલ જન જાગૃતી એજ આનો ઉપાય હોઈ..મારી દરેક લોકોને વિનંતી કે સિકલ સેલ નો ટેસ્ટ કરાવો અને સીકલ સેલની સાચી જાણકારી મેળવો…..

Dr Dexter Patel

SICKLE CELL AWARENESS TEAM

9924123714

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા