સિકલ સેલ એક વિચાર
#Dr Dexter's
# SickleCellDiary
સિકલ સેલ એનિમિયા --
માતા અને પિતા એમ બન્ને ને સિકલ સેલ હોઈતો એમના બાળકોને સિકલ સેલ એનિમિયા થાય...
સિકલ સેલ એનિમિયા ધરાવતા લોકોને શરીરમાં લોહી ઓછું થવું,સાંધામાં કે શરીરમાં અસહ્ય દુખાવો થવો વિગેરે...
સિકલ સેલ એનીમિયા ધરાવતા વ્યક્તિઓએ હમેશાં દવા અને કાળજી લેવી જરૂરી પડે છે...
પાણી,ફોલિક એસિડ અને hydroxy urea, વ્યસન મુક્તિ એ સિકલ સેલ એનિમિયા વાળા લોકો માટે જરૂરી છે..
ડૉક્ટર પાસે Regular check up અને બ્લડ ટેસ્ટ કરાવવો એ સિકલ સેલ વાળા વ્યક્તિઓ માટે જરૂરી છે...
સિકલ સેલ એનીમિયા વાળા વ્યક્તિઓ ને જો સાંધા દુઃખે કે ચાલવામાં તકલીફ પડે તો હાડકાના ડોક્ટરનો સંપર્ક કરવો...
અધતન સારવાર માટે pediatrician, physician, orthopedic and Hematologists Doctor રોનો સંપર્ક કરવો હિતાવહ છે.
સિકલ સેલ એનીમિયા વાળી બહેનો જયારે માતૃત્વ ધારણ કરે ત્યારે ખાસ સુવિધા સભર હોસ્પિટલમાંજ ડિલિવરી કરાવે અને પ્રેગનેન્સી દરમિયાન ડોક્ટરની સલાહ અનુસરે...
મલેરિયા નથાય એની કાળજી લેવી..વધુ પડતો શ્રમ કરવો નહીં...
વધારે પડતી ઉંચાઈ પર જવું નહિ(જ્યાં ઓક્સીજન ઓછો મળી રહે ત્યાં જવું નહી)
સિકલ સેલ એનીમિયા વાળા વ્યક્તિઓ પણ લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકે જો એ યોગ્ય ડૉક્ટર પાસે, યોગ્ય સારવાર કરી યોગ્ય દવાનો ઉપયોગ કરી સિકલ સેલની સાચી માહિતી લે અને એને અનુસરે...
અભિગમ બદલીયે સિકલ સેલ એનીમિયા ને રોકીયે....
આદિવાસી વિસ્તરોમાં દરેક વ્યક્તિને સિકલ સેલ ટેસ્ટ કરાવવા પ્રોત્સાહન આપીએ..
Dr Dexter
Sickle cell foundation

Comments
Post a Comment