એક પહેલ જે સિકલ સેલ ને નાથવા હું ભરી ચુક્યો છું..તમારી ભરોસે..??
👉 આંગળી ચિંધ્યાનું પુણ્ય 👈
"સિકલ સેલ-રક્તકણ" સંદર્ભ રોગ-બિમારી અંગે, આદિવાસી વિસ્તારમાં..
પાછલાં સાત (૭) વર્ષથી
"જન જાગૃતિનો સેવા યજ્ઞ" કરી રહેલ...
ડૉક્ટર ડેક્ષ્ટર પટેલ.
* * * * * * * * * * * * * *
વાત છે સરકારી વિભાગમાં નોકરી છતાં,
રજાનાં દિવસોમાં "સમયનો સદુપયોગ કરી, 'જન સેવા' કરતાં, ભરૂચનાં રહીશ ડૉક્ટર ડેક્ષ્ટર પટેલ ની.
આ "સેવાભાવી" ડૉક્ટર ડેક્ષ્ટર પટેલ,
મોટાં ભાગે "આદિવાસી વિસ્તાર"નાં નાગરિકોમાં જોવાં મળતાં "સિકલ સેલ-રક્તકણ"ની બિમારીથી પીડાતા લોકોને,
"નિ:સ્વાર્થ અને નિ:શુલ્ક" સચોટ માર્ગદર્શન અને સારવાર માટે..
નર્મદા જિલ્લાનાં સાગબારામાં,"પ્રકૃતિ હોસ્પિટલમાં, સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી "સેવા યજ્ઞ" કેમ્પ યોજે છે.
સાથે જ, ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમાં અને મહારાષ્ટ્રની બોર્ડરનાં આદિવાસી વિસ્તારોમાં શાળા,કૉલેજોમાં જઇ,
"સિકલ સેલ-રક્તકણો"ની બિમારી-રોગમાં સાવચેતી અને સારવાર" અંગે માર્ગદર્શન આપે છે.
પાછલાં સાત-૭ વર્ષથી યોજાતાં આ "સેવા યજ્ઞ"માં..
ડોક્ટર ડેક્ષ્ટર પટેલ અને તેમની સહાયક ટીમ દ્વારાં,
દોઢ લાખ ઉપરાંત નાગરિકોને "સિકલ સેલ રોગ-બિમારી અંગે માર્ગદર્શન આપ્યું છે.
ડૉક્ટર ડેક્ષ્ટર પટેલનાં જણાવ્યાં મુજબ..
"સિકલ સેલ"ની બિમારી મોટાં ભાગે આદિવાસી વિસ્તારનાં નાગરિકો-રહીશોમાં જોવાં મળે છે.
જેનું પ્રમાણ વીસ થી ત્રીસ ટકા છે.
આ માટે આદિવાસી વિસ્તારનાં નાગરિકોમાં "સિકલ સેલ-રક્તકણો"ની આ ગંભીર બિમારી અંગે..
"અજ્ઞાનતા, સચોટ માર્ગદર્શન તથા સારવારનો અભાવ અને વિવિધ પ્રકારની અંધશ્રધ્ધા, ગેરસમજ મુખ્યત્વે કારણભૂત છે.
= = "સિકલ સેલ-રક્તકણ" સંબધિત આ બિમારીનાં મુખ્ય લક્ષણો આ મુજબ છે,
* શરીર ફીક્કું પડે..
* વારંવાર તાવ આવે..કમળો થાય
* પેટ ફુલી જાય..
* હાથ, પગનાં સાંધામાં દુ:ખાવો, સોજો રહે..
* છાતીમાં દુઃખાવો થાય..
* થાક, અશક્તિ લાગે..
* બાળકોનાં શરીરનો યોગ્ય વિકાસ નાં થાય..
ડૉક્ટર ડેક્ષ્ટર પટેલનાં જણાવ્યાં મુજબ,
"સિકલ સેલ"ની આ બિમારી અંગે યોગ્ય સારવારથી તેને રોકી શકાય છે.
સરકારી આરોગ્ય કેન્દ્રોમાં પણ આ બિમારીની સારવાર થાય છે પણ,
આ માટે જે તે દર્દીઓને કે તેમનાં પરિવારજનોને,
સચોટ માર્ગદર્શનનો અભાવ , તથા અજ્ઞાનતા, લાપરવાહી, આળસ મુખ્યત્વે કારણભૂત છે.
અને તેથીજ ડૉક્ટર ડેક્ષ્ટર પટેલ અને તેમની સહાયક ટીમ દ્વારાં,
આદિવાસી વિસ્તારનાં નાગરિકો-રહીશોમાં..
"સિકલ સેલ" રોગ સંદર્ભ જન જાગૃતિ અને સચોટ માર્ગદર્શનનો "સેવા યજ્ઞ" છેલ્લાં સાત વર્ષથી પ્રજ્વલિત છે.
= = ડૉક્ટર ડેક્ષ્ટર પટેલનાં જણાવ્યાં મુજબ,
ગુજરાતમાં આશરે એક કરોડ ઉપરાંત આદિવાસી નાગરિકો છે.જેમાં અમુક શિક્ષિત, સમજદાર છે પરંતુ ,
હજુ પણ ગુજરાત, મહારાષ્ટ્ર સહીત દેશનાં અંતર્યાળ વિસ્તારનાં આદિવાસી ભાઇ બહેનોમાં..
"સિકલ સેલ" રોગ અંગે જાણકારી નથી તેથી તેવાં લોકોમાં "સચોટ માર્ગદર્શન, જાણકારી" આપી "સિકલ સેલ"ની ગંભીર બિમારી રોકવાની જરૂર છે.
આ "સેવા યજ્ઞ"માં ડૉક્ટર ડેક્ષ્ટર પટેલ અને તેમની સહાયક ટીમની સંખ્યા "સીમિત-મર્યાદિત" છે.
જો અન્ય "સેવાભાવી" વ્યક્તિઓ પણ,
તેમનાં "સેવા યજ્ઞ"માં,વૉલીયેન્ટર, સ્વયં સેવક તરીકે આ કાર્યમાં સહભાગી થવાં માંગતા હોય તો,
"જન સેવા એજ પ્રભુ સેવા"નાં આ "સેવા યજ્ઞ"નાં કાર્યનો વ્યાપ વધે અને આદિવાસી વિસ્તારોમાં વહેલી તકે પહોંચી, આ બિમારી અંગે,
"જન જાગૃતિ" લાવી,
અજ્ઞાન, ગરીબ ભલાંભોળા આદિવાસી ભાઇ બહેનોમાં થતી "સિકલ સેલ-રક્તકણ" સંદર્ભ રોગ-બિમારીથી તેમને રોકી શકાય.
*** ઉપરોક્ત બાબતે કોઈ વ્યક્તિ, સંસ્થા વધું જાણકારી, માર્ગદર્શન,સૂચન કે, સહાયરૂપ થવાં માંગતા હોય તો,
ડૉક્ટર ડેક્ષ્ટર પટેલનાં જણાવ્યાં મુજબ તેમનાં, મોબાઈલ ફોન નંબર ; 99241 23714 પર સંપર્ક કરી શકે છે.
+++ આ સાથે મારું ( વિનોદ કરાડે નું) એક, નમ્ર સૂચન કે,
"સિકલ સેલ" બિમારી અંગે,વધુમાં વધુ અને શક્ય તેમ વહેલી તકે, "લોક જાગૃતિ" માટે
લગ્ન સ્થળો, ધાર્મિક કે મનોરંજન અર્થે યોજાતા મેળા, જ્યાં વધું પ્રમાણમાં લોકો આવતાં હોય તેવાં મંદિર, બજારો-હાટ વિગેરે સ્થળો પર "પ્રશિક્ષિત સ્વયં સેવકો, વૉલીયેન્ટર્સ" કેમ્પ કરે તો...
તેવાં "સેવા યજ્ઞ"ની જન જાગૃતિથી,
સેવાનાં આ સત્કાર્યમાં..
👉🏻 આંગળી ચિંધ્યાનાં પુણ્યથી 👈🏻
ઓછાં સમયમાં વધું લોકો સુધી પહોંચી,
"જન સેવા એજ પ્રભુ સેવા"નું કાર્ય સાર્થક કરી શકાય...
"સિકલ સેલ"ની બિમારીને મહત્તમ રોકી શકાય.
+++ લેખન: વિનોદ કરાડે
"તર્કવિતર્ક" સમાચાર પત્ર
મો.ફોન.નં; 9879 600 500

Comments
Post a Comment