આદિવાસી વિસ્તારોની સમસ્યાઓ
Sickle Cell Awareness Foundation
========
આદિવાસી વિસ્તારોની એક લાંબી મુસાફરી કર્યા પછી આ લખવા બેઠો છું.....
કેટલાક પ્રશ્નો છે જે મને મુંજવી રહ્યા છે....
1 શુ મોટા ભાગના આદિવાસીઓ મજૂરી કરીનેજ પોતાનું ગુજરાન ચલાવશે ??
2 શુ હવે આદિવાસી બાળકો ભણીને આજના કહેવાતા આધુનિકરણ માં પોતાને સ્થાપિત કરી શકશે કારણ કે આજે ગામડાઓની શિક્ષણ વ્યવસ્થા કથળતી જઈ રહી છે ??
3 શુ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને આજની યુવા પેઢી જાળવી શકશે ???
4 કુપોસન અને સિકલ સેલ જેવી બીમારીઓ વિશે આદિવાસી વિસ્તારોમાં જાગૃગતા કેટલી ?? અને એના રોકથામ માટે વ્યવસ્થાઓ ની જોગવાઇ ની અસરકારકતા કેટલી ???
5 વ્યસનો અને અંધશ્રદ્ધા ?? આ એવા પરિબળો છે જે કદાચ આદિવાસી વિસ્તરોના પતન માટે વધારે પડતા જવાબદાર છે.
6 લઘુઉદ્યોગ અને સ્થાનિક રોજગારીની તકો આદિવાસી વિસ્તારોમાં વધારે હોવી જોઈએ કારણ કે અહિયાંના લોકો પોતાના વિસ્તારને છોડીને જવામાં વધારે માનતા નથી એવું મારુ માનવું છે.

Comments
Post a Comment