સિકલ સેલ વેરિયન્ટ ની ચર્ચા

#Dr Dexter's 
#SickleCellDiary
#PainNotAgain
=====
આજે સિકલ સેલ વિશે એવા લોકો મને  મળવા આવ્યા જે આદિવાસી સમાજ ના નહતા પણ એમના કુટુંબ માં પણ સિકલ સેલ એનિમિયા અને સિકલ બીટા થેલેસેમિયા છે...એમની સાથે ચર્ચા કરતા એવા ઘણા મુદ્દા હતા ..જે તમારી સાથે શેર કરી રહ્યો છું...
1.આ રોગ આદિવાસી સમાજ માં મોટે ભાગે જોવા મળે છે તો અમને કેવી રીતે થયો...?
2..સામાજિક અડચણો કેવી રીતે પાર પાડવા...?
3..વિદેશ જવા માટે આ સિકલ સેલ અડચણ રૂપ થશે...?
4.. બાળકોના ભણતર માટે શું ધ્યાન રાખવું...?
5.. લગ્ન કરતી વખતે સામે પક્ષે આ વિશે ચર્ચા કરવી કે નહીં...?
6..હવે પછી શું ?
7.. ટ્રીટમેન્ટ ક્યાં કરાવવી.?
   લોકો સાથે ચર્ચા કર્યા પછી એમ લાગે છે કે બીજા સમાજ માટે પણ આ સિકલ સેલ એક મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે...
   સિકલ સેલ જન જાગૃતિ લાવવી એ હવે દરેક સમાજ માટે અતિ આવશ્યક થઈ પડશે( મુખ્યત્વે આદિવાસી વિસ્તારોમાં રહેતા લોકો માટે)..આજે સિકલ સેલ પીડિત માં/ બાપ ની મનની પરિસ્થિતિ જોઈ ફરી બેચેન બની ગયો છું...

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા