Corona effect in India
#Dr Dexter's
#SickleCellDiary
#PainNotAgain
#IndiaFightAgainstCorona
===
કોરોના મહામારીએ જીવન ચક્ર બદલી નાખ્યું...
આજે કોરોના મહામારી પુરા વિશ્વમાં તબાહી મચાવી રહ્યું છે.ત્યારે એના કહેર સાથે લોકોના જીવન પણ બદલી નાખ્યા છે...લોકોના વિચારો અને રહેણીકરણી માં પણ આસમાન જમીનનો ફરક આવ્યો છે..સરકારી તંત્ર જે ફક્ત આળસુ અને લાચીયું હતું એ હવે કોરોના front line worrier તરીકે ઉભરી રહ્યું છે..ગામડાઓમાં જે લોકો જવા તૈયાર ન હતા તે લોકોને ગામડાનું જીવન ફાવવા લાગ્યું છે..જે ધરતીપુત્રો ની અવગણના કરાતી હતી એ લોકોએ શહેરી વિસ્તારના લોકો માટે જીવન જરૂરી વસ્તુઓનો પૂરો ભંડાર ખડકી દીધો છે..સફાય કર્મીઓ એ પોતાની પુરી નિષ્ઠાથી કામ કરી રહ્યા છે..સરકારી તંત્રમાં ઘણા વખતથી ભરતી થતી નહતી એની ઉણપ હમણાં નજરે પડી રહી છે..આટલા ઓછા સ્ટાફમાં પણ આ લોકો પોતાના જીવનની પરવાહ કર્યા વગર કામ કરી રહ્યા છે..પોલીસ તંત્ર એ પોતાની સર્વોચ્ચ સેવા અદાકરી રહ્યું છે..સેવાભાવી સંસ્થાઓ પણ પોતાનું ઋણ અદાકરી રહ્યું છે..દેશવાસીઓ એ હવે સમજી લેવું પડશે કે જ્યારે દેશને આવા સંકટમાં લોકોની જરૂર હોઈ છે ત્યારે ફક્ત સરકારી તંત્ર જ કામ આવે છે..કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરી સરકારે પોતાના કર્મચારીઓની ભરતી કરવી રહી..સરકારી વિભાગોનું ખાનગીકરણ સદંતર બંધ કરવુ પડશે..સરકારી સંસ્થાઓ ને આધુનિક અને સાધન સંપન્ન બનાવવી પડશે..કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમન્વય સાધવો જરૂરી છે..જયારે સરકારી સંસ્થાઓ અને private sector સાથે મળી કામ કરશે ત્યારે આપણો દેશ નવી ઊચાયો સર કરશે....
Comments
Post a Comment