Corona effect in india
#Dr Dexter's
#SickleCellDiary
#PainNotAgain
#IndiaFightAgainstCorona
===
Day 5(Blockdown)(3 week)
Covid19.sunday.29/3/20
Corona positive 55
Death 5
===
રવિવાર છે આજે પણ સરકારી કર્મચારીઓ અને જીવન જરૂરી વસ્તુઓની સપ્લાય કરતા લોકોને બાદ કરતાં છેલ્લા 7 દિવસથી પૂરો ભારત દેશ બંધ છે..ખબર નથી પડતીકે કુદરત નો આ ખેલ છે કે માનવ સર્જિત ઉપાધિ છે.આજે દેશનો વહીવટ સીધો ભણેલા અધિકારીઓ પાસે આવી ગયો છે(IAS,IPS,GS).આવી મહામારીમાં પણ જીવન જરૂરી બધીજ વસ્તુઓ વ્યવસ્થિત અને સરળતાથી મળી રહી છે..હા પરિસ્થિતિ મુજબ જે નાના તબકના લોકો છે તેમને આ અચાનક આવી પડેલ મુશ્કેલીમાં વધારે સહન કરવું પડી રહ્યું છે..પણ સમય અને સંજોગો જોતા આ એકજ આ મહામારીનો ઉપાય હતો..(શુ ખોટું થયું અને ભૂલ કેવી રીતે થઈ એનો આ સમય નથી,)દેશના કરોડો લોકોને બચાવવા હવે જે પણ સહન કરવું પડે એ કરવુંજ પડશે..!! કોરોના નામક મહામારીએ આપણને જીવનનું પથ દર્શન કરાવ્યું છે..દેશમાં મજૂર વર્ગ કેટલો છે..રોજ લાવી રોજ ખાવાવાળા લોકોની અંદાજીત સંખ્યા કેટલી છે.અને હવે દેશની પ્રાથમિકતા કઈ હોવી જોઈએ એ માટે આપણે અને સરકારોએ પણ આત્મચિંતન કરવું રહ્યું..?? આતો ફક્ત આવી પડેલ પહેલી વિપદા છે,આવનાર સમયમાં આનાથી પણ વધુ ભયાનક વિપદાઓ આવશે..જેથી જો આ પરિસ્થિતિ પરથી પણ જો આપણે સબક નહિ લઇએ તો પછી ભગવાન પણ આપણાંને નહિ બચાવી શકે..
Comments
Post a Comment