Govt Hospital study in corona

#Dr Dexter's 
#SickleCellDiary
#IndiaFightAgainstCorona
======
કોરોના વાયરસ વચ્ચે સરકારી હોસ્પિટલમાં એક લટાર..
     પુરા દેશમાં મોટે ભાગે હાલમાં ફક્ત સરકારી તંત્ર અને સરકારી કર્મચારિયોજ આ કોરોના નામક મહામારીમાં જંગે ચડેલ નઝર આવી રહ્યા છે..આટલા વર્ષોમાં મેં અનુભવેલ આ એવો સમય છે જે  દેરકના જીવનમાં નથી આવતો...હોસ્પિટલમાં ડૉક્ટર,નર્સિંગ સ્ટાફ,પટાવાળા,સફાઈ કામદાર,કેશ બારી,લેબોરેટરી વિગેરે વિભાગો પોતાના પાસે નહિવત parsonal protactive device વગર પણ હોસ્પિટલમાં દોટ માડી રહ્યા છે..ખબર નથી પડતી કે સામાન્ય સંજોગોમાં કદાચ આળસ કરતા મિત્રો પણ આજે યોદ્ધાની જેમ દોડી રહ્યો છે..(એ લોકો આપણા દેશ પર આવેલ મહામારી ના ખતરાની તીવ્રતા ને ભલીભાતી સમજી ગયા લાગે છે)..દર્દીઓની લાઇન પડી છે અને સમય વહી રહયો છે પણ આજે કોઈપણ કર્મચારીએ જમવા જવાનું કે નાસ્તો કરવાનું નામ લીધું નથી..સમયનો કાટો જોવાવાળો આજે સમયને પાછળ પાડી દેવા તત્પર બન્યો છે..એને ખબર પડી ગઈ છે કે હવે આપણા વગર ઉદ્ધાર નથી...ઘરના લોકો ચિંતામાં છે..ઘણા રજા લઈલો એવી સલાહ આપી રહ્યા છે પણ( જે ન જેવી વાતમાં પણ રજા લેવા આવતો કર્મચારી આજે રજા લેવાના બિલકુલ પણ મૂળમાં નથી) દર્દીઓ સાથે માથાકૂટ કરતા જેને હમેશા જોયા છે તે આજે એમના આશુ લૂછી ને સાંત્વના આપી રહ્યા છે..આજે ખરેખર મારો દેશ મને ઘણો ન્યારો લાગી રહ્યો છે..જ્યાં સુધી માનવતા છે ત્યાં સુધી કોરોના તો શું અમને કોઈ હરાવી નહિ શકે..બસ તમે ઘરમાં રહો..એમે આ કોરોના ને હરાવી ને જંપીશું...પોલીસ વિભાગ, હેલ્થ વિભાગ,સફાય વિભાગ અને વોલેન્ટરસ અને તમામ સરકારી વિભાગો આજે રાત દિવસ એક કરી રહ્યા છે..એમને સહકાર આપો...

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત