સિકલ સેલ એનિમિયા સાથે પ્રેગ્નનન્સી
#Dr Dexter's
#PainNotAgain
===
સિકલ સેલ એનિમિયા ધરાવતા બહેન ની પ્રેગ્નનન્સી ની વ્યથા..
વાત એક ગામ ની છે જ્યાં એક પરિવાર શાન્તિથી રહે છે..હમણાં થોડા સમય પહેલા એ પરિવાર ના મોટા છોકરાનું લગ્ન થયું છે..થોડા સમય પછી એવી આવેલ વહુ ને પ્રેગ્નન્સી રહે છે..ગામનાજ સરકારી દવાખાને આ ડિલિવરી ની તપાસ ચાલુ કરી દીધી છે..તપાસ કરતા ખબર પડે છે કે એ બહેન ને સિકલ સેલ ડીસીઝ છે...એમ તો આ લોકોને સિકલ સેલ એટલે શું એની ચોક્કસ માહિતી ન હતી પરંતુ કોઉન્સીલરો દ્વારા સમજણ આપવાથી....એ લોકો બરોડા ખાતે પ્રેગ્નન્સી ની તપાસ ચાલુ કરાવી... બધું બરાબર ચાલી રહ્યું હતું...સારવાર કરનાર ડોક્ટર પણ ઘણા અનુભવી અને સમઝદાર હતા..ડિલિવરી પણ બરાબર થઈ ગઈ અને બાળક પણ સ્વસ્થ હતું ...પરિવાર અને ડોક્ટર પણ સંતોષ અનુભવી રહ્યા હતા..પરંતુ થોડા સમયમાં પોસ્ટ પાર્ટમ બ્લીડીંગ ચાલુ થઈ ગયું...આ એક એવી મેડિકલ emergency છે કે જો દર્દી ને સમયસર ટ્રેટમેન્ટ ના કરવામાં આવે તો જીવલેણ બની શકે..ડૉક્ટર તરતજ એને મેડિકલ કૉલેજ માં લઇ જઇ emergency માં ટ્રેટમેન્ટ ચાલુ કરાવી દે છે..હોસ્પિટલ અને હાજર ડોક્ટરની મહેનતથી.. આ બહેનને સુવ્યવસ્થિત સારવાર મળવાથી સારા થઈ ઘરે જઈ રહ્યા છે..કહેવાનો મતલબ એક જ છે..જ્યારે પણ કોઈપણ સિકલ સેલ ડીસીઝ વાળી બહેન પ્રેગ્નન્સી ધારણ કરે એટલે બની શકે એટલું ફેસિલિટી હોસ્પિટલમાં(ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં) સારવાર કરાવે તો ઘણું સારૂં.. કેમ કે આ પ્રેગ્નન્સી ને high risk પ્રેગ્નન્સી માં ગણતરી કરવામાં આવે છે..જો પ્રેગ્નન્સી માં ધ્યાન રાખવામાં નહિ આવેતો..જીવ ને જોખમ ઘણું રહેલ છે..

Comments
Post a Comment