સિકલ સેલ એક કાવ્ય રૂપે...
Dr Dexters sickle cell Diary
==
સંબંધોની સાંજ સિકલ સેલ સાથે...
જ્યાં જાવ છુ મળી જાય છે કોઈ
જ્યાં જ્યાં ફરું છુ ઓળખી જાય છે કોઈ
જ્યાં જ્યાં નથી ઓળખતું કોઈ ત્યાં પણ મને ઓળખી જાય છે કોઈ
હું તમારા લફઝો નો મોહતાઝ નથી મને મારા આલ્ફાઝ પર ભરોસો છે..હું જે પણ છું એજ મારી પહેચાન બની ગઈ છે..હે સિકલ સેલ હું તને અને તું મને શોધ્યા કરું છું..ન જાણે કેમ મને એવું લાગ્યા કરે છે કે આપણે બન્ને એક બીજાના પૂરક બની ગયા છે કેમ..પરંતુ તું મને સમજવા શોધી રહ્યો છે ને હું તને આ મારા વિસ્તરોમાંથી નાથવા મથી રહ્યો છું..?? ફર્ક એટલો છે તારામાં ને મારામાં કે હું લોકોને જીવન જીવડાવવા માટે લડી રહ્યો છું ને તું લોકોના જીવન મટાડવા માટે મથી રહ્યો છે....
હે સિકલ સેલ એક જંગ બની ગઈ છે મારી જિંદગી તને લોકોને સમજાવતા સમજાવતા પણ હજુ પણ મને ખબર છે લહેરો ને કિનારા પર લાવતા લાવતા ઘણી મુશ્કિલોનો સફર ખેડવો પડશે..પણ મને ભરોસો છે મારી અને મારા સાથીઓ પર કે એક દિવસ અમે આ સિકલ સેલ ની સુરત બદલીને રહીશું..એક દિવસ એ સોનેરી સવાર આવશે જ્યારે મારા આદીવાસી વિસ્તરોમાંથી આ સિકલ સેલ ને નાબુદી તરફ પ્રયાણ કરાવીશું...??
Dr Dexter's ની એક સાંજ માંથી....
Comments
Post a Comment