સિકલ સેલ એક મહા કથા
#Dr Dexter's
#SickleCellDiary
#PainNotAgain
www.adivasi.co.in
=====
સિકલ સેલ ની ભૂતકાળ અને ભવિષ્ય માટે વાત...જે સિકલ સેલના રોક થામ માટે જરૂરી છે...
- સિકલ સેલ ને જાણીસુ તોજ સિકલ સેલ થી બચી સકિસુ.
- આજે વાત કરીશુ આદિવાસી વિસ્તાર માં સિકલ સેલ પ્રોગ્રામ ના implementation ની
- મિત્રો આજે જે વાત કરૂં છું તે મારા અનુભવ,લોકો સાથેની ચર્ચા,મારા આદિવાસી ડૉક્ટર મિત્રો ના પોતાના અનુભવ ની ચર્ચા કરી રહ્યો છું.
- હું કોઈ પણ સિસ્ટમ નો વિરોધ કે વખાણ કરવા માટે આ વાત કરવા માંગતો નથી મારો ઉદેશ્ય ફક્ત આદિવાસી સમાજ માં સિકલ સેલ ના રોગ માટે જાગૃતિ લાવવાનો છે.અને સરકારી પ્રાવધાનો જે લોકો માટે બનાવવા માં આવ્યા છે તે એમના સુધી પોહીચી શકે એ બાબત છે.
-ભરૂચ અને નર્મદા જિલ્લા માટે ના મારા અનુભવ ની વાત કરું તો
Health Department, Govt of GUJARAT na SICKLE CELL ANEMIA CONTROL PROGRAMS નામે એક અલગ વિભાગ ચાલે છે અને આખા ગુજરાત માં સિકલ સેલ ને કાબુમાં લાવવા માટે એક મિશન નું વિઝન નક્કી કરવામાં આવ્યું છે.
આને માટે SICKLE CELL NODAL OFFICER અને આખા ગુજરાત માં જિલ્લા સ્તરે જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ માં Epidemic Medical Officer(EMO) ને જિલ્લા સ્તરે સંપૂર્ણ તકેદારી અધિકારી ની જવાબદારી સોપવામાં આવી છે,મતલબ એટલો કે જિલ્લામાં સિકલ સેલ ની દરેક વિસ્તૃત જાણકારી અને જવાબદારી EMO ની પાસે તમે માંગી શકો છો.
- EMO Dr એ એવી વ્યક્તિ છે જે દરેક જિલ્લા માં સિકલ સેલ ના સરકારી પ્રોગ્રામ ના અમલીકરણ ના નિરીક્ષક તરીકે ની જવાબદારી આપવામાં આવેલ છે.સરકાર શ્રી એ સિકલ સેલ માટે અલગ અલગ NGO ને અલગ અલગ આદિવાસી વિસ્તાર માં સિકલ સેલ ના ટેસ્ટિંગ અને Electrophoresis માટે Grant આપી આદિવાસી પરિવારો ના સિકલ સેલ ટેસ્ટ કરવા કામ આપવામાં આવેલ હતો અને આ દરેક NGO ના કામ નું નિરીક્ષણ EMO Dr દ્વારા કરવામાં આવેલ હતું અને એમના NOC(સિકલ સેલ ટેસ્ટ, electrophoresis કરી એનો Report લોકો સુધી પોહચાડવા અને જો Report positive આવે તો SICKLE CELL Card આપવા)
- મિત્રો આબધી વાત કરવાનો મતલબ એટલોજ હતો કે જ્યાં સુધી આપણે જાગૃત નહીં બનીએ ત્યાં સુધી ગમે તે કરો કશુ થવાનું નથી.
- મારી એક નમ્ર વિનંતી દરેક આદિવાસી જાગૃત નાગરિક, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના દરેક આદિવાસી સભ્યો અને ખાસ ગામ ના સરપંચ શ્રી ઓને કે પોતાના વહીવટી વિસ્તાર માં સિકલ સેલ વીશે માહિતી મેળવે અને સરકાર દ્વારા જે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તે લાભાર્થી સુધી પોહચે એની ખાસ નોંધ લે અને જ્યાં કચાસ લાગે તો સંબંધિત અધિકારી સાથે ચર્ચા કરે અને એનો નિકાલ લાવે,
- મિત્રો એક જાગૃત આદિવાસી તરીકે આપણી ફરજ છે કે આપણે આપણા સમાજ માટે અસાધ્ય રોગ એવા સિકલ સેલ માટે હમેસા જાગૃત રહયે.
- સિકલ સેલ રોગે ઘણા આદિવાસી પરિવારોના ઘર ઉજાળી નાખ્યા છે પરંતુ હવે નહીં અમે બધા સાથે મળી આ સિકલ સેલ માટે લાડીસુ અને સિકલ સેલ જાગૃતિ માટે બને એટલી મદદ કરી શુ.
Comments
Post a Comment