ગામડાઓની સફર
Dr Dexter's sickle cell Diary
========
Dr Dexter's ની ગામડાઓની સફર માંથી એક તથ્ય....??
આજે આદિવાસી વિસ્તારો...કુપોષણ, ગરીબી,સિકલ સેલ બીમારીની મહામારી,અંધશ્રદ્ધા, વ્યસનો ,કુરિવાજો, બાળમજૂરી, વીસ્થાપન,ઈર્ષા,રાજકારણ નું દુષણ,શિક્ષણ નો આભવ જેવા મુદ્દાઓ થી ઘેરાયેલો છે...હું જયારે જયારે પણ આ વિસ્તારોની મુલાકાતે જાવ છું ત્યારે ત્યારે આ આદિવાસી વિસ્તારોને એના બદલાયેલા રૂપમાં જોવ છું... નક્કી નથી કરી શકતો કે આને ડેવલોપમેન્ટ કહું કે અધોગતિ.... પ્લાસ્ટિકનો કચરો જેવી રીતે શહેર ને બરબાદ કરી રહ્યો છે એમ હવે આ પ્લાસ્ટિ ગામડાઓ ને એની ઝપેટમાં લઈ રહ્યો છે....નાના બાળકો અને યુવા વર્ગ ને આ મોબાઈલે એવું ઘેલું લગાડીયું છે કે હવે એના વગર જીવન અશક્ય લાગી રહ્યું છે....સિકલ સેલ જન જાગૃતિ એ અમારો એક માત્ર લક્ષ છે....સાથે સાથે મારા અનુભવો પણ લખી રહ્યો છુ.... હું એટલું કહીશ કે હે પ્રભુ તું આ ગામડાં અને એના લોકોને એમની રીતે જીવવા દે જો આ ગામડાઓને આધુનિકરણ નો ચેપ લાગશે તો મારા ભારત દેશની ગણતરી પણ વેસ્ટર્ન કન્ટ્રી માં આવી જશે...મને મારુ ગામ ગમે છે અને મને મારા આખરી શ્વાસ પછી ગામની માટીમાં મળી જવાનો ગૌરવ લેવો છે.....
Dr Dexter patel. (Talodra, jhagadia...) ની ડાયરી ના મારા ગામ ના સંબોધન પરથી.....
Comments
Post a Comment