આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ તરફ નઝર

Dr Dexter's sickle cell Diary
=====
 આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ તરફ એક નજર...
    હું દક્ષિણ ગુજરાતની વાત કરી રહ્યો છું...નર્મદા અને ભરૂચ જિલ્લો મુખત્વે સામેલ છે....મારા વિસ્તરોમાં મેં અનુભવેલ મારા વિચારો તમારી સમક્ષ મૂકી રહ્યો છું....સરકારી સ્કૂલો,આશ્રમ શાળાઓ, વિવિધ સંગઠનો દ્વારા ચાલતી સ્કૂલો અને આશ્રમ શાળાઓ...
  એમ જોવા જઈએ તો જે છે તે બધું બરાબરજ છે કેમ કે શિક્ષણ નો અનુભવ એ ભૂતકાળમાં આદિવાસી વિસ્તારો માટે સારો નથી રહ્યો.... હા ઘણા વિસ્તારોમાં અલગ અલગ લોકો અને સંગઠનો એ આદિવાસી વિસ્તારો શિક્ષણ રૂપી સેવા કાર્યો જરૂર કર્યા છે ....અને એટલેજ આજે આદિવાસી સમાજમાં ઘણો વર્ગ ભણી ગણી ને પગભેર થયો છે..એ વાત અલગ છે કે આજે એજ ભણેલા મોટા ભાગનો વર્ગ પોતાની શિક્ષણ  સંસ્થાઓને ભૂલી ગયો છે( આ શબ્દો મને ઘણા જુના શિક્ષકોએ એમની વ્યથા દ્વારા વ્યક્ત કરી છે)..હા આજે શિક્ષણમાં ઘણું પરિવર્તન આવ્યું છે...સ્કૂલ અને આશ્રમો માં રહેવા,જમવામાં સુવિધાઓ વધી છે....
  દરેક જગ્યાએ ઘણી સ્કૂલો અને આશ્રમ શાળાઓ ખુલી ગઈ છે.(મને એવું લાગે છે કે રાફડો ફાટ્યો છે)પણ શિક્ષણની quality કથળતી જાય છે..દરેક સંસ્થાઓ હરીફાઈ માં ઉતરી હોઈ એવું લાગી રહ્યું છે( દાન, csr ફંડ,govt સહાય માટે)
     સરકારી સ્કૂલો પણ એકનદરે ઘણી સારી થઈ રહી છે પણ અફસોસ એવાત નો છે કે ગામડાઓમાં શિક્ષકોની અછત છે અને સાયન્સ માટે  કોઈ સારી સગવડો નથી(science lab)...એમ જોવા જઈએ તો મિલી ઝૂલી પ્રતિક્રિયાઓ જોઈ રહ્યો છું...હાલમાં તો બાળકોને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માટે શહેરોમાં(જેના માં બાપ પાસે પૈસા એ લોકો) મૂકી દેવામાં આવે છે..પરંતુ જે લોકો ગરીબ છે એના બાળકો હોશિયાર હોવા છતાં પાછળ રહી જાય છે..પછી એજ બાળકો એમના આગળના ભવિષ્ય માટે હંમેશા સંઘર્ષ કરતા રહે છે( જેનું તકદીર સાથ આપે છે તે આગળ નીકળી જાય છે અને જે રહી જાય છે તે મજૂરી કરવા તરફ આગળ વધે છે)..અહીંયા વાત હોંશીયાર કે ડફોડની નથી ..વાત છે જે સમયે યોગ્ય માર્ગદર્શન અને મદદની આવશ્યકતા હોય છે તેના અભાવની...બાકી તો આદિવાસી વિસ્તરોમાં અનેક સરિતા ગાયકવાડ ,હીમાં દાશ અને મુરલી ગાવીત જેવી પ્રતિભા પડેલી છે ...
બસ એક સપનું છે મારું કે એક દિવસ કલિંગા ઇન્સ્ટિટ્યૂટ જેવી ઇન્સ્ટિટ્યૂટ લોકો માટે અમારા વિસ્તારોમાં હોઈ ...અને હજારો બાળકો આનો લાભ લે...
     
   Dr Dexter ના સપના ના પાનાઓ માંથી...

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા