ગામની એક સાંજ...Dr Dexter સાથે..

Dr Dexter's sickle cell Diary
=====
ગામ ની એક સાંજ...
      સૂરજ પોતાની અસ્ત સ્થિતિમાં છે...ગામ ના ગોવાળો પોતાના પશુધન ઘર તરફ લાવી રહ્યા છે..હું મારી કાર એક દુનિયાથી બેખબર ગામ તરફ હંકારી રહ્યો છું..લોકો પોતાના ખેતી કામ પતાવી ઘર તરફ આવી રહ્યા છે..બાળકો નિશાળેથી રમતા રમતા પાછા પોતાના ઘર તરફ ભેરુઓ સાથે આવી રહયા છે...
   મારો આજે રાતવાશો છે આ ગામમાં...એક મિત્રનું ઘર છે ને એના આગ્રહથી હું આજે સાંજે અહીં લોકો સાથે સિકલ સેલની ચર્ચા કરીશ...
  ગામમાં લોકોનો સાક્ષરતા દર ઘણો ઓછો છે..સમજો કે નહિવત છે...હા બાળકો ને હવે નિશાળે મૂકી રહ્યા છે...સ્કૂલ બીજા ગામ હોવાથી બાળકો મસ્તી કરતા જતા આવતા નજરે પડે છે..
  હું મારી કાર નજીકના ગામમાં મૂકી પગદંડી રસ્તે આગળ વધુ છુ... રસ્તામાં કેટલાક લોકો મળે છે...થોડી વાતો કરૂં છું પણ એવો અહેસાસ થાય છે કે હું કોઈ બીજા દેશ માંથી અહીં આવી ગયો છું..કારણ કે એમની ભાષા  હું બરાબર સમજી નથી શકતો અને એ લોકો મારી ભાષા બરાબર સમજી નથી શકતા....પણ એ વાત નો અહેસાસ જરૂર થઈ રહ્યો છે કે આ લોકો નિસ્વાર્થ છે..એમની બોલી અને ભાષામાં શાલીનતા છે...થોડું ચાલી એક ડુંગર ઉતરતાજ મિત્ર મળી ગયો....અમે બન્ને વાતો કરતા કરતા આગળ નીકળી ગયા...થોડું અંતર કાપતા છુટા છવાયા કાચા ઘરો નજરે પડી રહ્યા હતા...આમતો આને ગામ ન કહેવાય...પરંતુ ત્યાંના લોકો માટે આ એમનું સર્વસ્વ છે....હું મારા મિત્રને ઘરે પોહચુ છું...ખુલ્લુ આકાશ અને ઘરમાં ઝાઝું અંતર નહતું...પરંતુ એની અતિથિ ભાવના કોઈ રાજાથી ઓછી નહતી...કાળો ઉકાળો પીધા પછી હળવો ફૂલ થઈ ગયો....ફ્રેશ થઈ ....મિત્ર સાથે ...નીકળી પડયો... લોકોને મળવા.....એક ઝાડ નીચે મીત્ર એ મિટિંગનું આયોજન કરેલ હતું....રાત્રે જમીને લોકો ભેગા થતા ગયા...મને નવાઈ એ વાતની લાગીકે. .આમાં પુરુષ કરતા સ્ત્રીઓની સંખ્યા બમણી હતી....
    ચર્ચાના મુદ્દા નીચે મુજબ હતા
1 સિકલ સેલ વિશે શું જાણો છો
2 તમારા માંથી કેટલાના સિકલ સેલ ટેસ્ટ કરેલ છે
3  આરોગ્યની  સ્કીમો વિશે શું જાણો છો..
4 શિક્ષણ માટે શું વ્યવસ્થા છે..તમે તમારા બાળકો માટે શિક્ષણ વિશે શું વિચાર કરો છો.
5 તમારો લોક વ્યવહાર કેવો છે
6 તમારી રૂઢિ અને પરંપરાઓ વિશે શું કહેવુ છે
7 વ્યસનો અને કુરિવાજો,અંધશ્રદ્ધા વિશે શુ મંતવ્ય છે
8 શહેરોમાં જઈ નોકરી કરવી કે મજૂરી કરવી કે ત્યાં સ્થાહી થવા વિશે શું વિચારો છો.
9 પોતાના દેશ અને એની વ્યવસ્થા તથા રાજકીય વ્યવસ્થા વિશે શું વિચારો છો..
  મિત્રો. આમતો ઘણું બધું છે પણ આજે મને આ લોકો સાથે રહેવાનો અને એમને સમજવાનો મોકો મળ્યો...
આદિવાસી સંસ્કૃતિ એ પૃથ્વી પરની વર્ષો જૂની પરંપરા છે...સ્ત્રીને  આદિવાસી સમાજમાં સર્વોપરી માનવામા આવે છે...આદિવાસી સમાજમાં સ્ત્રી અને પુરૂષ નો રેશીયો સરખો છે..આજ સુધી કોઈ પણ જગ્યાએ આદિવાસી માં બાપને ઘરડા ઘરમાં મૂકી આવ્યા ના કિસ્સા નથી..
  આવનાર સમય મને નથી ખબર કેવો આવશે પણ જો આદિવાસી શૈલી જળવાય રહેશે તો મને પૂરો વિશ્વાસ છે કે સમય કેવો પણ આવશે અમે જીવન જવતા રહીશું..
    મારુ જીવન ચક્ર સિકલ સેલ રૂપી અવરોધો સાથે આગળ વધી રહ્યું છે...સાથે મારી આદિવાસી જીવન શૈલી ને સમજવાની કોસીસ ચાલુ જ છે....આગળ ફરી મિત્રો સાથે આદિવાસી સમાજને સમજવા નિકડીશું....
Dr Dexter's ની સફર માંથી....

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત