World SickleCellDay 19 June

#Dr Dexter's 
#SickleCellDiary
#PainNotAgain
#WorldSickleCellDay
=====
19 june.WorldSickleCellDay
તરીકે આખી દુનિયામાં લોકો મનાવે છે.UN દ્વારા 2008 માં સિકલ સેલ એ Public Health Problem છે એ જાહેર કરવામાં આવ્યું અને આખી દુનિયામાં 19 જૂન 2009 થી World SickleCell Day તરીકે લોકો ઉજવી રહ્યા છે...
#ભારતમાં 2011 sensus પ્રમાણે
અંદાજે
- 2 કરોડ સિકલ સેલ ટ્રેટ
- 25 લાખ સિકલ સેલ ડીસીઝ છે
--////-------
જ્યારે ગુજરાતમાં(સિકલ સેલ એનિમિયા કંટ્રોલ ડિપાર્ટમેન્ટ, આરોગ્ય વિભાગ)2006 થી કાર્યરત છે.
- 10 લાખ સિકલ સેલ ટ્રેટ
- 80 હજાર સિકલ સેલ ડીસીઝ છે.
  - આપણે 2020 સુધીમાં No SickleCell Disease child birth
માટે નું સુત્ર આપીયુ હતું પરંતુ એ હાંસલ કરી શક્યા નથી..
----
વર્લ્ડ સિકલ સેલ ના દિવસે આપણે બધા એક પ્રતિજ્ઞા લઈશુ કે હવે પછી
## સિકલ સેલ જન જાગૃતિ થકી
સિકલ 
1 સેલ એનીમિયા વાળા બાળકોના જન્મ માં ઘટાડો લાવી શકાય
2 સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તિઓ તંદુરસ્ત જીવન જીવી શકે
3 સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તિઓનું મૃત્યુ દર ઘટાડી શકાય
4 એમની જીવન શૈલી અને આરોગ્ય જળવાય રહે વિગેરે
           મિત્રો..હું આટલા વર્ષોથી સિકલ સેલ માટે લોકોને મળું છુ.જાત અનુભવથી કહું છું કે સિકલ સેલ માટે જો લોકોને સાચી માહિતી અને સમજણ આપવામાં આવે તો 100 % આપણે સિકલ સેલને આદિવાસી વિસ્તારોમાં આગળ વધતો અટકાવી સકીએ...જરૂર છે સાચી સમજણ અને માહિતીની....મારુ ચોક્કસ પણે માનવું છે કે જો સરકારી તંત્ર અને લોક સેવકો આ પ્રત્યે સાચી દિશામાં સિકલ સેલ માટે પ્રયત્ન કરે અને લોકોને સરકારશ્રી ના આરોગ્ય વિભાગ દ્વારા જે સિકલ સેલ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે તે લોકો સુધી પોહચે તો ઘણા બધા પ્રોબ્લેમ નિવારી શકાય એમ છે..જરૂર છે લોક ભાગીદારી અને સુવ્યવસ્થિત આયોજનની....અમે આશા રાખી રહ્યા છે કે  એક દિવસ સિકલ સેલ જેવી ગંભીર બીમારીને આદિવાસી સમાજમાં આગળ વધતો અટકાવવા અમે બધા ભાગીદાર બની સહિયારા પ્રયત્ન થકી આ સિકલ સેલ સામે જીત મેળવીશું..
Dr Dexter Patel
Sickle cell awareness foundation

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા