Role of Merrage Counselling in Hemoglobinopathy
Dr Dexter's Diary
SICKLE CELL AWARENESS TEAM
=============
Role of Merrage counseling in Hemoglobinopathy like SICKLE CELL, Thalassemia etc.
મિત્રો આજે વાત કરી રહ્યો છું આદિવાસી વિસ્તારોમાં લગ્ન ની ઉંમરે પોહેચેલા યુવા વર્ગ ને એક સલાહ...
હું આદિવાસી વિસ્તારોથી ભલીભાતિ પરિચિત છું અને એટલેજ કહી રહયો છુ કે આટલા વર્ષો ની મહેનત પછી પણ આપણે સિકલ સેલ કે પછી બીજી હિમોગ્લોબીનોપથી ની બીમારીઓ પર કાબુ મેળવવામાં એટલી સફળતા નથી મેળવી શક્યા જેટલી આપણે ધારણા રાખી હતી...કારણો જાણવા જઈશું તો એનો અંત નથી પરંતુ હવે જાગ્યા ત્યાંથી સવાર કરી સરૂવાત કરીદો ...
પ્રથમ તો સિકલ સેલ બીમારી વિશે લોક જાગૃતિ લાવવાની કોશિશ કરી દો ....લોકોને એમની ભાષામાં સિકલ સેલ વિશે સરળ ભાષામાં સમજાવો ...એનાથી થતું નુકસાન અને આવનાર ભવિષ્યમાં થનાર આળ અસરો વિશે માહિત ગાર કરો.
સિકલ સેલ નો સિકલિંગ ટેસ્ટ દરેક આદિવાસી વિસ્તારોમાં રહેતા લોકોને કરાવવા માટે તૈયાર કરો અને લોકોને આ ટેસ્ટથી થતા ફાયદા સમજાવો..
અને જો બની શકે તો લગ્નની ઉંમરે પોહેચેલા યુવા વર્ગને Hb Electrophoresis Test કરાવવા સમજણ અને એના ફાયદા સમજાવવા સેમિનાર રાખવા જોઈએ....આ ટેસ્ટ એટલા માટે જરૂરી છે કે આ ટેસ્ટથી તમને ખબર પડશે કે તમને સિકલ ટ્રેટ કે ડીસીઝ કે થેલેસેમિયા કે બીજી હિમોગ્લોબીનોપથી ની બીમારી છે અને જો તમને આ વિશે જાણસો તો આવનાર ભવિષ્યમાં જયારે તમે લગ્ન કરશો ત્યારે તમારા બાળકો તંદુરસ્ત અને બીમારી રહીત આવવાની શક્યતા વધી જશે...
આ માટે Govt Health Department (PHC,CHC,CIVIL HOSPITAL )મતલબ કે સરકારી દવાખાના માં આ ટેસ્ટ મફત કરી આપવામાં આવે છે અને જો તમે ધારો તો આ ટેસ્ટ પોતાના ખર્ચે પણ જીવન માં એક વારજ કરાવવાનો હોઈ છે એની કિંમત અંદાજે 500 થી 700 Rs છે તો મારી તમને વિનંતી છે કે જીવનમાં એક વાર Hb Electrophorosis Test કરાવવી લેવો...જીવન અમૂલ્ય છે એને વેડફવા ના દો....
તેમ છતાં કોઈ મુંજવણ હોઈ તો હું તમારા માટે હાજર છુ...
Thank you
Dr Dexter Patel
SICKLE CELL AWARENESS TEAM
9924123714.
Comments
Post a Comment