SickleCell with HIV infection
#Dr Dexter's
#SickleCellDiary
#PainNotAgain
============
Sickle cell Anemia with HIV infection......Case study....
થોડા સમય પહેલાની વાત છે..હું મારા સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્રમાં બેઠો હતો..ઘણા સિકલ સેલ પોઝિટિવ મિત્રો મળીને ગયા...પણ એક મિત્ર સવારથી આવેલ હતો...થોડી વાર અંદર બેસતો તો થોડી વાર બહાર બેસતો....મારી opd પતિ ગઈ હતી...હું જવાની તૈયારી કરી રહ્યો હતો...મારા સાથી મિત્રએ મને એ વ્યક્તિ વિશે માહિતી આપી....મેં એને અંદર બોલાવ્યો... એની ઉમર 25 વર્ષની હશે..મેં કીધું કોઈ કામ છે..?? સવારથી તમે આવેલ છો..?? કોઈની રાહ જોવ છો ?? ધીરેથી મને કીધું કે સાહેબ તમારૂ અંગત કામ છે..હું મારી જગ્યાએ બેઠો અને એને સામે બેસાડી દીધો..સ્ટાફ સમજી ગયો હતો જેથી opd માંથી જતા રહ્યા.. મેં કીધું બોલો હું તમારી શુ મદદ કરી શકું..એણે એની મેડિકલ ફાઈલ મને આપી...મેં ફાઈલ ની સ્ટડી કરી...ફાઇલ પર લાલ અક્ષરથી લખેલુ હતુ.
SICKLE CELL ANEMIA WITH HIV POSITIVE CASE..
હું ડૉક્ટર હોવાથી આવા દર્દીઓ મારા પાસે આવતા રહે છે...મેં એની પુરી હિસ્ટરી લીધી...કેટલી વાર હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે.??.લોહી કેટલી વાર અને ક્યાં ચઢાવવામાં આવ્યું..??.. HIV positive ની ક્યારે ખબર પડી ?? કોઈ દવા ચાલે છે ?? મેરેજ કર્યા છે ?? ઘરમાં આ બાબતે કોઈની સાથે ચર્ચા કરેલ છે ?? ઘણું બધી ચર્ચા કરી..વર્ષો પહેલા લોહી ચઢાવવામાં કદાચ આ ઇન્ફેક્શન લાગેલ હોઈ ...સિકલ સેલ સાથે આજે HIV ઇન્ફેક્શન નો માર સહન કરી રહેલ વ્યક્તિને મળીને અહેસાસ થઈ રહ્યો છે કે એ વ્યક્તિ કેટલો મજબૂર હશેકે મને મળવા માટે પણ એણે કેટલી હિંમત ભેગી કરવી પડી તો વિચારોકે એના જીવનમાં કેટલા ઝંઝાવાત ચાલતા હશે..એવા તો કેટલા કિસ્સાઓ હશે જે હજુ હિંમત ભેગી નથી કરી શક્યા..???
Comments
Post a Comment