Dr Dexter's Diary SICKLE CELL AWARENESS FOUNDATIONS ========= આજે વાત કરી રહ્યો છું સિકલ સેલ એનિમિયામાં થતા શરીરના સાંધા ઘસાવાથી પ્રક્રિયાની Avascular Necrosis (AVN) & OSTEOMYELITIS.....મોટે ભાગે 20 વર્ષની ઉંમર પછી સિકલ સેલ એનિમિયા ધરાવતા લોકોને આ બીમારી થવાની શક્યતા હોઈ છે.આ થવાનું કારણ એમ છે કે સિકલ ક્રાયસીસ અને બીજા ઇન્ફેક્શન ને લીધે શરીરના સાંધા માં લોહીનું પરિભ્રમણ બરાબર નથવાથી ત્યાં લાંબા સમય બાદ સાંધા ઘસાય જવાની( Necrosis due to interrupt blood supply )શક્યતા રહેલી છે જેને લીધે Avascular Necrosis & OSTEOMYELITIS of long Bone થવાની શક્યતા રહેલી છે... આ બીમારીમાં સખત હાડકામાં દુખાવો અથવા સોજો આવીજવો અને જોઈન્ટ મુવમેન્ટ માં તકલીફ રહે છે.જો સિકલ સેલ એનિમિયા ધરાવતા વ્યક્તિને આ લક્ષણો નજરે પડે તો Orthopedic Dr ની સલાહ લેવી...
# Dr Dexter's $SickleCellDiary SICKLE CELL AWARENESS FOUNDATIONS ============ સિકલ સેલ એ એક વારસાગત લોહીની બીમારી છે અને આ બીમારી વિશે આદિવાસી વિસ્તરોમાં રહેતા દરેક વ્યક્તિએ જાણવું અને સમજવું જરૂરી છે...કેમ કે આ એક એવી બીમારી છે જેનો કોઈ ઈલાજ નથી અને દિન પ્રતિદિન આ વિસ્તારોમાં વધી રહયો છે.... તો આ સિકલ સેલ ને આગળ વધતા રોકવા શુ કરવું...??? 1.આદિવાસી વિસ્તારમાં રહેતા દરેક વ્યક્તિને સિકલ સેલ વિશે સચોટ અને એમને સમજાય એ ભાષામાં માર્ગદર્શન આપવું અને દરેક વ્યક્તિને સિકલ સેલ ટેસ્ટ કરાવવા સમજાવવું....સિકલ સેલ ટેસ્ટ દરેક સરકારી દવાખાનામાં મફત કરી આપવામાં આવે છે અને જો ખાનગી લેબોરેટરીમાં કરાવવામાં આવેતો પણ એની કિંમત 100 રૂ થી વધારે નથી...જેથી દરેક વ્યક્તિએ સિકલ સેલ ટેસ્ટ કરાવવો જોઈએ. 2. સિકલ સેલ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત દરેક આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ ટેસ્ટ કરવા માટે અલગ અલગ NGO ને કામ આપવામાં આવ્યું છે તો આ લોકો પણ તમને ઘરે કે સ્કૂલમાં આવી ફ્રી માં ટેસ્ટ કરી આપે છે... 3 SICKLE CELL CONTROL PROGRAMMA અંતર્ગત જે સિકલ સેલ ટેસ્ટીગ નું કામ જે તે NGO ને વિસ્તાર પ્રમાણે કામની વહેં...
#sicklecelldiary સિકલ સેલ ને રોકવા માટે જે અત્યંત જરૂરી પગલું છે તેમાનું એક છે લગ્ન પહેલા સિકલ સેલ કુંડળી મેળવી લગ્ન કરવા જોઈએ પરંતુ આ એક એવી સામાજિક બાબત છે કે જો તમે કહો કે મને સિકલ સેલ છે એટલે વાત અહિયાંથીજ પુરી થઈ જાય છે લગ્ન ની વાત છોડો લોકો સિકલ સેલ છે એ સાંભળીનેજ ત્યાંથી ચાલતી પકડે છે.. માટે માં /બાપ કે પોતે આ સિકલ સેલ ની વાત છુપાવવી પડે છે.. આનું સમાધાન શુ??. આનું સમાધાન એકજ છે સમાજ અમે આજુબાજના લોકોને સિકલ સેલ ની સાચી સમજણ આપી ને તૈયાર કરવા પડશે.. સિકલ સેલ ડિસીઝ બાળક ત્યારેજ અવતરણ પામશે જયારે બન્ને પેરેન્ટ્સ( માતા/ પિતા ) ને સિકલ સેલ હશે(સાથે થેલેસેમિયા ને ચેક કરવો જરૂરી છે ). જો બન્ને માંથી એકને સિકલ સેલ ના હોઈ તો બાળક સિકલ સેલ ડીસીસ વાળું આવવાનું નથી.. માટેજ આપણે સિકલ સેલ કુંડળી મેળવી લગ્ન કરવાની સલાહ આપીએ છીએ.. જો આપણે આ બાબત પર ગંભીરતા થી વિચાર નહિ કરીયે તો આવનાર ભવિષ્ય આદિવાસી સમાજ ના અસ્તિત્વ માટે એક ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થશે
Comments
Post a Comment