SickleCell miths
Dr Dexter's sickle cell Diary
=======
## સિકલ સેલ અને એના વિશે લોકોમાં પ્રવર્તી ખોટી માન્યતાઓ
સવાલ 1 - લોકો કહે છે કે જો લગ્ન બીજી આંતર જ્ઞાતિમાં કરવામાં આવે તો સિકલ સેલથી છુટકારો મળે છે
જવાબ 1 - હું આ બાબતે સહમત નથી કારણ કે તમે ગમે ત્યાં લગ્ન કરો જ્યાં સુધી લગ્ન પહેલા Hb Electrophoresis Test કરવામાં નહિ આવે ત્યાં સુધી તમને ખબર નહિ પડે કે તમારા માંથી બન્ને ને કોઈ વારસાગત બ્લડ ની બીમારી છે કે નહીં...નહીતો સિકલ સેલના બીજા વેરિયન્ટ જેવાકે સિકલ બીટા થેલેસેમિયા વિગેરે વાળા બાળકો અવતરી શકે...જેથી લગ્ન માટે સિકલ સેલ કુંડળી મેળવવી જરૂરી છે....
========
આજના મારા સેમિનાર માં વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલ થોડા સવાલો...
1 સિકલ સેલ પતિ કે પત્ની માં લગ્ન પછી ટ્રાન્સફર થાઈ છે
2 સિકલ સેલ જન્મ પછી કોઈ પણ ઉંમરે થઈ શકે
3 સિકલ સેલ એનિમિયા વાળા લોકો બ્લડ ડોનેશન કરી શકે અથવા સિકલ સેલ ટ્રેટ વાળા બ્લડ ડોનેશન કરી શકે
4 સિકલ સેલ વાળા વ્યક્તિનું લોહી શરીરમાં ચઢાવવામાં આવેતો સિકલ સેલ થાઈ છે
5 સિકલ સેલ એનિમિયા વાળી સ્ત્રી કદી માતા નહીં બની શકે.
6 સિકલ સેલ વાળા એ સિકલ સેલ વાળા સાથેજ લગ્ન કરવા
આમ જોવા જઈએ તો ઘણું લાંબુ લિસ્ટ છે પણ આજે આટલુંજ...
જવાબ
ઉપરના સવાલોના જવાબ નીચે મુજબ છે
-------/--------------///--------//----
1સિકલ સેલ વારસાગત રોગ છે જે માતા પિતા થી એમના બાળકો માં થયા છે.
2 સિકલ સેલ એ જન્મજાત રોગ છે એટલે એ હંમેશા જન્મથીજ હોઈ.
3 સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તિએ બ્લડ ડોનેશન ના કરવું જોઈએ
4 સિકલ સેલ એ રંગશુત્ર નો વારસાગત રોગ હોવાથી એ કદી લોહી કે સંપર્કમાં આવવાથી થઈ ના સકે.
5 સિકલ સેલ ટ્રેટ હોઈ કે ડીસીઝ કોઈપણ સ્ત્રી માતા બની શકે પરંતુ સિકલ એનિમિયા વાળી સ્ત્રી એ ખૂબ કાળજી લેવાની જરૂર પડે.
6 સિકલ ટ્રેટ હોઈ કે એનિમિયા... જો બની શકે તો નોર્મલ વ્યક્તિ જોડે લગ્ન કરવા જોઈએ..
7 જો સિકલ સેલ સ્ત્રીને હોયતો એની દીકરીને સિકલ સેલ થાય અને જો સિકલ સેલ પુરુષ ને હોયતો એના દીકરાને સિકલ સેલ થાય....
જવાબ- આ રોગ સેક્સ ક્રોમોસોમ નો નહોવાથી સ્ત્રી કે પુરુષ એમ બન્ને ને સરખા પ્રમાણ માં થઈ શકે...
8 સિકલ સેલની સારવાર કરવા માટે કોઈ ખાસ ડૉક્ટર ખરા અથવા કોઈ સ્પેશ્યલ ડોની ડિગ્રી ખરી..
જવાબ-ના સિકલ સેલ માટે કોઈ સ્પેશ્યલ ડિગ્રી નથી પરંતુ હા એટલું જરૂર કહીશ કે બને ત્યાં સુધી આ રોગથી ભલીભાતિ પરિચિત હોઈ અથવા જેણે સિકલ સેલના દર્દીઓની ટ્રેટમેન્ટ કરી હોય એવા ડોક્ટર ને બતાવો તો વધુ સારું...
જો તમને કોઈ સિકલ સેલ વિશે મુંજવણ હોયતો અમને પૂછી શકો છો.
Dr Dexter Patel
SICKLE CELL AWARENESS FOUNDATIONS
9924123714.
Comments
Post a Comment