મિત્રો
#Dr Dexter's
#SickleCellDiary
#Friends Diary
====
મિત્ર,
(આ પોસ્ટ પાછળથી મૂકી રહ્યો છું.અમારો ભેરૂ અમારી સાથે સહીસલામત આવી ગયો છે)
કોરોના સમયમાં ઘણા સારા અને કડવા અનુભવો થયા છે..પરંતુ છેલ્લા 20 દિવસથી અમારો મિત્ર આ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે..અમે બધાજ ડૉક્ટર છે..દરેક પોતપોતાની બ્રાન્ચમાં માહેર છે..પરંતુ છેલ્લા 20 દિવસથી જાણે અમારો સમય થંભી ગયો છે..દરોજ નજાને કેટલા લોકોના જીવન બચાવીને પણ એકજ સવાલ એક બીજાને પૂછીએ છીએ કે આપણો ભેરૂ કેવો છે..રાત્રે જાગીને પણ મેસેજ કરી દેવાય છે કે યાર કેવું લાગે છે તને...એક ડૉક્ટર મટી આમ માણસ બની ગયા છે..હોસ્પિટલની નીચે બેસી ને રિપોર્ટ ની રાહ જોવની તાલાવેલી પહેલી વાર અનુભવી રહ્યા છે..જે હજારો લોકોને સારા કરી રહ્યો છે તે પૂછી રહ્યો છે કે આપણો ભેરૂ ક્યારેક ઘરે આવશે...મિત્રતા વિશે કદાચ કોઈ શબ્દો નથી હોતા પરંતુ લાગણી ઓના તાણાવાણા એવા હોઈ છે કે એ શબ્દોથી નથી પુરા કરી શકાતા... અમે એને સહીસલામત ઘરે તો લાવીનેજ રહીશું..પરંતુ આટલા દિવસોમાં એક મિત્રની અહેમીયત શુ હોઈ છે તે બરાબર સમજાય ગયું છે...અમે ગમગીન છીએ ....ફરીથી એજ જોશથી જીવન ને ઉંમગોથી ભરી દેવા માટે પ્રકૃતિ રૂપી ઈશ્વરને પ્રાથના કરી રહ્યા છે કે અમારો મિત્ર જલ્દીથી પાછો અમારી સાથે હસતો/રમતો આવી જાય...
મિત્રોની લાગણીઓ ના માળા માંથી..
Comments
Post a Comment