Muscular Dystrophy

 #Dr Dexter's 

#SickleCellDiary

#PainNotAgain

====

મિત્રો...એક સામાજીક પ્રસંગ માટે ગુજરાત ને મહારાષ્ટ્ર બોર્ડેરના આદિવાસી ગામમાં જવાનું થયું...ગામમાં ફરતા ફરતા એક ઘર પર મારી નઝર પડી...એક બાળક મને બધાથી થોડું અલગ લાગીયું... થોડીવાર ઉભો ઉભો એને જોતો રહ્યો.. બેસીને ઉભો થવામાં એને તકલીફ પડી રહી હતી...બીજા બાળકો દોડતા ફરતા હતા...મહેનત કરી ઉભો થયા પછી એને ઉભા રહેવામાં અને ચાલવામાં ઘણી તકલીફ પડી રહી હતી....પગ એના સુકલકડી(પાતળા) હતા...શરીરનું બંધારણ બરાબર નહતું...મને કુપોષણ જેવું લાગ્યું... પણ થોડીવાર પછી બીજુ એક બાળક પણ એ ઘર માંથી એના જેવા લક્ષણો ધરાવતું નિકળિયું...જેથી હું મારી જાતને રોકી નહિ શક્યો અને ઘર પાસે જઈ એ બાળકો સાથે વાત કરવા લાગ્યો... હા મારી ભાષા અને એ બાળકોની ભાષા અલગ હતી પણ હું એમની ભાષા  સમજી શકતો હતો....થોડી વાર પછી એના પિતા આવ્યાં અને એમની સાથે વાત કરી...કે આ બાળકોને શુ થયું છે ને કોઈ હોસ્પિટલમાં બતાવ્યું છે ખરું...કોઈ દવા ચાલે છે... ઘર કે કુટુંબ માં બીજા કોઈને આવી બીમારી છે ??..એમતો આ ભાઈ કોઈ શિક્ષિત નહતા જેથી કોઈ મેડીકલની ભાષામાં જવાબ આપી શકે...અને પાછા મજૂરી કરી ગુજરાન ચલાવે જેથી...સરકારી હોસ્પિટલમાં બતાવેલ હતું પણ એ વિશે માહિતગાર ન હતા...આ રોગનો કોઈ ઈલાજ નથી એમ કહી અમે આ બાળકોને ભગવાન ભરોસે છોડી દીધા છે એમ કહી એ ભાઈ ચાલી નીકળ્યા.... હું થોડી વાર ત્યાંજ ઉભો રહી વિચારતો રહ્યો કે હવે શું ?? 

હું ડૉક્ટર છું એટલે સમજી રહ્યો હતો કે આ કોઈ વારસાગત બીમારી છે ??

ફરી એક ઓળખીતાને લઈ હું એમની ઘરે પોહચીયો અને એ બાળકોના મેડિકલ રિપોર્ટ ચેક કર્યા.... હું સમજી ગયો કે આ Genetic Disorder like Muscular Dystrophy છે..જે Rare Genetic Disorder માં આપણે માનીએ છીએ...હું આ લખી રહ્યો છે એનો મતલબ એ છેકે આપણા આદીવાસી વિસ્તારો માં પણ આ બીમારી છે જે વારસાગત છે....

હા બીમારી લાખો લોકોમાં કોઈનેજ થાય છે પણ જે ઘર ને મેં જોયું એનુંતો  ભવિષ્ય જ અંધકાર મય તરફ જઈ રહ્યું છે...વધુ આ બાબતે લખીશ અને કામ પણ કરીશ....???

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત