સિકલ સેલ crisis ની એક રાત્રી
#Dr Dexter's
#SickleCellDiary
#PainNotAgain
============
રાત્રી હોસ્પિટલ રોકાણ સિકલ સેલ ક્રાયસિસ નું દુઃખ સહન કરી રહેલ મિત્ર સાથે....
રોજની જેમજ આજે પણ સવાર એવીજ હતી....થોડો સમય પસાર થતા થોડો તડકો ચાલુ થયો..એની સાથેજ થોડું શરીર દુખાવો અને કમરનો દુખાવો ચાલુ થયો..બપોરે 3 વાગ્યા સુધીમાતો કમરનો દુખાવો વધતો જઈ રહ્યો હતો સાથે પેશાબ પણ રોકાય ગયો હતો..જેથી શરીરમાં કશુ અજુગતું બની રહ્યું છે એનો અહેસાસ થઈ રહ્યો હતો...
મને ફોન કર્યો અને એની તકલીફ વિશે જાણ કરી..હું સમજી ગયો હતો કે સિકલ સેલ ક્રાયસિસ ચાલુ થઈ ગઈ છે..તરત હોસ્પિટલ જવાનું કહી મારા મિત્રને એની હોસ્પિટલમાં એડમિટ કરાવી જરૂરી લેબ ઇન્વેસ્ટિગેશન કરાવી સિકલ ક્રાયસિસની ટ્રેટમેન્ટ ચાલુ થઈ ...લેબ ઇન્વેસ્ટિગેશન એમતો બધા નોર્મલ હતા...થોડું ઇન્ફેક્શન હતું..LDH લેવલ વધેલું હતું..પણ યુરિન આઉટ પુટ નિલ હતું અને પીઠ નો દુખાવો અને પેટનો દુખાવો હજુ હતો...હજુ રાત બાકી છે ને સિકલ સલનો દુઃખાવો એની ચરમસીમા પર છે...આ મોસમનો બદલાવ સિકલ સેલ એનિમિયા વાળા લોકો માટે જીવલેણ સાબિત થતો રહે છે..
રાત્રી સિકલ સેલ ક્રાયસિસ સાથે...હું મહેસુસ કરી રહ્યો છું એના સિકલ સેલ ના દર્દને....
Comments
Post a Comment