જન્મ દિવસ ની વાત
#Dr Dexter's
#SickleCellDiary
#Birthday
દરેક મિત્રો અને શુભ ચિંતકોના પ્રેમ રૂપી જન્મ દિવસની શુભેચ્છાઓ બદલ આભાર..
👌👌🏼👌👌👌💐💐💐
18/2/21....જન્મ દિવસ...મારા જીવનનો પ્રારંભ આ દિવસે થયો..
જીવનના દરેક તબક્કે સંઘર્ષ કરીને આજે 46 વર્ષેમાં પ્રવેશ કરી રહ્યો છું.
જીવનના દરેક તબક્કે હું નવું શીખ્યો છુ.. માં/બાપ..કુટુંબ..પત્ની..બાળકો..મિત્રો..શિક્ષકો..
સમાજ..વિગેરે નો સાથ અને સહયોગથી હું એક સંતુલિત માનવ બનવા તરફ હમેશા આગળ વધતો ગયો.. નાની ઉંમરમાં માં/ બાપ ની છત્ર છાયા ગુમાવી હોવા છતાં કુટુંબના દરેક વ્યક્તિએ મને આજ સુધી કદી કોઈ ઉણપ વર્તવા નથી દીધી..એ માટે હું પ્રકૃતિ અને ઉપર વાળાનો રુણી છું..
નાની બહેનને સિકલ સેલને લીધે ગુમાવ્યા પછી..મારા જીવનનો ધ્યેય બદલાય ગયો..હું જે પોતાના માટે જીવી રહ્યો હતો તે જીવન હવે લોકો માટે સમર્પિત કરી દીધું છે( સિકલ સેલ જન જાગૃતિ અને સિકલ સેલ નાબુદી)
જીવનના છેલ્લા શ્વાસ સુધી સિકલ સેલ સામેની જંગ લડતો રહીશ..સિકલ સેલ પીડિતો અને આવનાર પેઢીને સિકલ સેલ નામની મહામારીથી બચાવવા બાથ ભીડતો રહીશ..હજારો સિકલ સેલ યોદ્ધાઓ ને સિકલ સેલ સામે લડવા તૈયાર કરતો રહીશ...મારા જન્મ દિવસે એકજ પ્રાથના છે ઈશ્વર પાસે કે મારૂ જીવન સિકલ સેલ સામેની જંગ લડતા લડતા વીતે..
તમારા પ્રેમ અને સહકાર બદલ આભાર..
Dexter.....🙏🙏🙏🙏🙏
Comments
Post a Comment