સિકલ સેલ પીડિત મિત્રો સાથેની ચર્ચા
#Dr Dexter's
#SickleCellDiary
સિકલ સેલ મિત્રો સાથેની વાતોમાંથી..
સિકલ સેલથી પીડિત મિત્રો. આજે મળવા આવ્યા..અંદાજે 8 જેટલા સિકલ સેલ ડીસીઝથી પીડિત મિત્રો એકજ ગામ(ગુંદીયા, વાલીયા(ગુજરાત)ના મળવા આવ્યા..45 વર્ષના એક સિકલ સેલ ડિસિઝ વાળા મિત્ર સાથે વાત કરી કે સિકલ સેલથી શુ તકલીફ થાય છે...એમનો જવાબ સાંભળીને હું પણ વિચારમાં પડી ગયો..સાહેબ દુઃખાવો તો ખરોજ પણ જયારે સવારે ઉઠીએ છીએ ત્યારે સિકલ સેલના લીધે અમે જે ગુમાવી દીધું છે તે નો અહેસાસ હમેશા થતો રહે છે..જેવુ કે ભણતર અધૂરું રહી ગયું..નોકરી છૂટી ગઈ. ખેતરોમાં કામ છૂટી ગયું.લગ્નો તૂટી ગયા કે થયાજ નહિ..માનસિક તણાવને લીધે વ્યસનો તરફ ઘણા લોકો વળી ગયા..સિકલ સેલ ક્રાયસિશ થાય ત્યારે દવાખાનાના ચક્કર...પૈસા નહોવાથી લોકો પાસે ઉધાર કરી ફરી એ ચૂકવવા માટેના ચક્કર... સાહેબ આ સિકલ સેલે આખી જિંદગી વેર વિખેર કરી નાખી.આ શબ્દો છે એક સિકલ સેલ પીળીત મિત્રોના.હા એમની સાથે વાત કરી ત્યારે જરૂર એવું લાગ્યું કે આ લોકો નકારાત્મક વાતો કરે છે..પરંતુ એમની જગ્યાએ મેં મારી જાતને મૂકીને જોઈ ત્યારે ખરેખર એવો અહેસાસ થયો કે એ લોકો સાચું બોલે છે..એમનું વાસ્તવિક જીવન અનેક મુશ્કેલીઓથી ભરેલુ છે..
આજે આ દરેકને દવાઓ,આશ્વાસન અને હિંમત આપી ઘરે મોકલ્યા..ઘરે બેસી એમના વિશે વિચાર કરી રહ્યો છું..કે એવું તો શું કરું આ લોકો માટે જેથી આવા હજારો લોકોને હિમ્મત અને નવજીવન મળી શકે..
Comments
Post a Comment