સિકલ સેલ એનિમિયા ધરાવતા બાળકોએ અભ્યાસ વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું.

 #Dr Dexter's 

#SickleCellDiary

#PainNotAgain

=====

# સિકલ સેલ એનીમિયા ધરાવતા બાળકો એ અભ્યાસ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જેથી ક્રાયસીસ(દુઃખાવો)થી બચી શકાય.

         મોટે ભાગે વિદ્યાર્થીઓ પરીક્ષા વખતે વધારે વાંચવા અને ઉજાગરા કરવા ટેવાયેલા હોઈ છે..પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ ખાવાનું અને પાણી પીવાનું ધ્યાન નથી રાખતા અને ટેન્શનમાં રહે છે જેના કારણે સિકલ સેલ એનિમિયા વાળા વિદ્યાર્થીઓ ના શરીર પર આ બાબતો ની આડઅસર ચાલુ થાઇ છે અને પરીક્ષાના 2 થી3 દિવસ પછી દુઃખાવો(ક્રાયસીસ) ચાલુ થાઇ છે અને જો આના પર ઘ્યાન આપવામાં નહીં આવે તો કયારેક જીવલેણ પણ બની શકે છે..

      સિકલ સેલ એનિમિયા ધરાવતા વિદ્યાર્થીઓ એ

1) નિયમિત રોજનું રોજ વાંચવું

2) 7 કલાક ઉંઘ લેવી

3) વધારે શ્રમ પડે એવી રમતો રમવી નહિ

4) કોઈ પણ વ્યસન કરવું નહી

5) પૂરતા પ્રમાણમાં પાણી પીવું

6)પૌષ્ટિક આહાર લેવો

7) જો તકલીફ જણાય તો ડો ને બતાવવુ.

        આ લખવાનો મારો હેતુ એટલોજ છે કે હું મારા વિદ્યાર્થી મિત્રોને સશક્ત અને ખુશહાલ જીવન આપવા માંગુ છું...

વિદ્યાર્થીઓ ને મદદ રૂપ થવા હું હમેશા હાજર છું...

Dr Dexter Patel

SICKLE CELL AWARENESS FOUNDATIONS

9924123714

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા