આદિવાસી સમાજના કોરોના યોદ્ધાઓ
#SickleCellDiary
કોરોના એક વૈશ્વિક મહામારી..જેને આપણે Covid 19 ના નામથી ઓળખીએ છે..નોવેલ કોરોના નામના વાયરસથી આ રોગ થાઈ છે..ચાયના દેશના વુહાન શહેર થી આ રોગ 2019 માં પ્રથમ વખત દેખા દીધી હતી...આ વાયરસની ઉત્પત્તિ વિશે ઘણા દાવા છે પરંતુ આ એક વાયરસ છે એ ચોક્ક્સ છે..પ્રથમ લેહેરમાં વુહાન શહેર ને ખેદાન મેદાન કર્યા પછી પુરી દુનિયામાં આ રોગનો પગ પેસારો થયો..અને દુનિયાના મોટા ભાગના દેશેઓ આ કોરોના ને લીધે ઘણી ખુમારી વેઢવી પડી..ભરાતમાં પણ આ રોગની ઘણીજ ગંભીર અસરો પડી..
ભારતમાં કોરોના વાઇરસ ની અસરો 2020 શરૂવાતથી ચાલુ થઈ ગઈ હતી..માર્ચ 2020 માં આ રોગે પુરા ભારતને પોતાના ઝપેટમાં લઈ લીધું..પૂરો દેશ લોકડોઉન રહ્યો...8 મહિના પછી કોરોનાની અસરો ઓછી થતી ગઈ પરંતુ આ રોગ આપણા દેશમાંથી સદંતર ગાયો નહતો ..પરંતુ આપણી અને સરકારની બેદરકારી ને લીધે ભારતમાં કોરોનાની 2જી વેવ સુનામી બની ત્રાટકી..માર્ચથી આ સુનામીએ મોતનો તાંડવઃ કર્યા અને પુરા ભારતમાં લાશોના ઢગલા કરી નાખ્યા.. પુરા ભારતમાં આ વાયરશે કાળો કહેર વર્તાવ્યો છે..અને આ વખતે ગામડાઓ ને વધારે અસરો થઈ.. મોટા ભાગના ગામડાઓ આ વાઇરસના ઝપેટમાં આવી ગયા સમજો 25 % ગામડાના લોકોને આ 2જી લહેર ભારે પડી..ઘણા યુવાનો અને વડીલોને ગુમાવવાનો વારો આવ્યો.. હોસ્પિટલોમાં બેડ,દવા, સ્ટાફ,ઓક્સીજન ની પુષ્કળ અછત સર્જાય..લોકો હોસ્પિટલની સુવિધા નમળવાને લીધે મૃત્યુ પામીયા..દરેક હોસ્પિટલમાં હોઉસ ફૂલના પાટિયા વાગી ગયા..આ પ્રથમ વખત મારા જીવનનો અનુભવ હતો કે લોકો રૂપિયા હોવા છતાં આરોગ્ય સુવિધાઓ નથી મેળવી શક્યા..
2જી વેવે શહેરો અને ગામડાઓને તહેશ નહેશ કરી નાખ્યા..આ વખતે ગામડાના લોકો વધારે પડતા કોરોના મહામારી સંક્રમણના ભોગ બન્યા... મૃત્યુ આંક પણ ઘણો વધારે રહ્યો.ગામડાઓ માં કોરોના સંક્રમણ વધ્યું એના કારણો ઘણા છે પરંતુ એની ચર્ચા પછી કરીશું...
આજે વાત કરવી છે સકારાત્મકની કોરોના મહામારીએ ઘણું નુકસાન કર્યું છે એ બાબત કોઈથી પણ છુપી નથી..પરંતુ આ વખતે આરોગ્ય કર્મચારીઓ જેવા કે ડૉક્ટર,નર્ષ,આશા વર્કર(મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ) માં આદિવાસી સમાજમાંથી આવતા આરોગ્ય કર્મીઓનો સિંહ ફાળો રહ્યો.. હજારો દાખલ છે જેમની મહેનત અવિરત કોરોના જંગ સામે ચાલી રહી છે એમાં સિવિલ હોસ્પિટલ સુરત હોઈ કે સિવિલ હોસ્પિટલ ભરૂચ,રાજપીપળા, વલસાડ,નવસારી,વાંસદા,ડાંગ,સાબરકાંઠા,વડોદરા કે અમદાવાદ હોઈ દરેક જગ્યાએ આ વખતે શહેરો કે ગામડાઓ હોઈ ..કોરોના વોરિયેર આદિવાસી સમાજમાંથી પણ ઘણા બધા લોકોએ પોતાના કામ ,નિષ્ઠા અને મહેનથી પોતાનું અને સમાજનું નામ ગૌરવંતુ કર્યું છે..
Comments
Post a Comment