સિકલ સેલ આદિવાસી વિસ્તારો
#Sickkecelldiary
સિકલ સેલ એ એક લોહીની વારસાગત બીમારી છે..મુખ્યત્વે આદિવાસી વિસ્તારો અને આદિવાસી સમાજમાં વધુ જોવા મળે છે..સિકલ સેલ એ લોહીની તપાસ ( sickling & HPLC Test) થી એના પ્રકાર ખબર પડશે..સિકલ સેલ ના મુખ્યત્વે 2 પ્રકાર છે સિકલ સેલ ટ્રેટ અને ડીસીઝ.. આદિવાસી સમાજના અંદાજે 25 % લોકો આ બીમારીના શિકાર છે..પરંતુ જાગૃતિના અભાવે આ રોગ આદિવાસી સમાજમાં કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે..સાચું માર્ગદર્શન નહોવાથી લોકો ગેરમાર્ગે દોરાય રહ્યા છે..સિકલ સેલ ટેસ્ટિંગ ફેસિલિટી પણ ગામડાઓ નથી જેથી લોકો ટેસ્ટ કરાવી નથી શકતા આવા ઘણા કારણો છે જેનાથી આ રોગ કાબુમાં નથી આવી રહ્યો.. લગ્ન પહેલા સિકલ સેલ ટેસ્ટ અને સિકલ સેલ કુંડલી મેળવવી જરૂરી છે..ગર્ભધારણ કરતા પહેલા બન્ને પતિ અને પતિનો સિકલિંગ ટેસ્ટ કરવો જરૂરી છે..સિકલ સેલ ને કાબુમાં લાવવો હોયતો જન જાગૃતિ મુહિમ અને ટેસ્ટિંગ મુહિમ ને બરાબર ચલાવવું પડે..નહીં તો આવનારો સમય આદિવાસી સમાજ માટે મુશ્કિલ ભરેલો હશે.
ભારત માં 2 કોરોડ થી પણ વધારે સિકલ સેલ પોઝિટિવ લોકો છે..અને એની સંખ્યા કરોડોમાં થતી રહેશે જો સુવ્યવસ્થિત પગલાં લેવામાં નહિ આવે..
Comments
Post a Comment