સિકલ સેલ સ્ટોરી 1
#Sicklecelldiary
અનામિકા એક સિકલ સેલ વોરિયેર...21 વર્ષની નાની ઉંમરમાં જીવનના ઘણા બધા ઉતાર ચઢાવ જોઈ લીધા છે..હોસ્પિટલ, દવા, ઇન્જેક્શન, ઓક્સીજન, ડૉક્ટર અને નર્સ વિશેનો ઘણો અનુભવ થઈ ચૂક્યો છે..જીવનમાં ભણી ને નર્સ(પરિચારિકા) બનીશ એવું વિચાર કર્યા હતો..પરંતુ આ સિકલ સેલ વિમારીએ મારુ આ સપનું આગળ વધવા નહિ દીધું..ઘરના લોકોએ પણ આ સ્વીકારી લીધું જેથી આગળ ભણી નહિ શકી.. ઘરે બેસી ને મારી સાથેના મિત્રો સ્કૂલ જતા તે જોતી અને હું પણ સ્કૂલ તબિયત સારી રહેતી ત્યારે જતી ..થોડો વર્ષો સુધી આવું ચાલ્યું અને 9 ધોરણ સુધી ભણ્યા પછી સ્કૂલે જવાનું છોડી દીધું...મમ્મી પપ્પા સાથે ખેતર જતી અને ઘર કામ માં મદદરૂપ થતી..પછી સીવણ ક્લાસ શરૂ કરી ને કપડાં સિવતા શીખી..જેથી થોડી ઘણી કમાણી કરતી..અને મારૂ જીવન ચાલુ રહેતું..લગ્ન વિશે લોકો માંગા લઈ ને આવતા પરંતુ મને સિકલ સેલ છે એ વાત સાંભળી ને પછી જવાબ આપીશું એમ કહી જતા એ જતા પછી કોઈ જવાબ આવતો નહીં..આજે 21 વર્ષની ઉંમરમાં હું મારું અને મારા પરિવારનું ગુજરાન ચલાવવા મદદરૂપ થઈને જીવન પસાર કરી રહી છું..પહેલા દવા સરકારી દવા ખાનેથી લેતી પછી સિકલ સેલ એવેરનેસ ફૉઉન્ડેશન ના સેંટર પર જવાનું થયું..ડૉક્ટર સર સાથે દવા સાથે જીવનનું માર્ગદર્શન પણ મળતું થયું..દવા,લોહીની તપાસ અને માર્ગદર્શન બધુજ નિઃશુલ્ક મળી રહ્યું છે..જેથી દર મહિને દવા માટેનો ખર્ચો કયાંથી આવશે એનું ટેનસન હવે રહેતુ નથી..અને ત્યાં જઈ બીજા ઘણા મારી જેવા લોકોને મળું છુ ત્યારે સારું લાગે છે કે હું એકલી નથી..અને સિકલ સેલ મારુ કશુ બગાડી નહિ શકે એવો આત્મવિશ્વાસ આવે છે..
આભાર
સિકલ સેલ ફૉઉન્ડેશન..
Comments
Post a Comment