સિકલ સેલ સ્ટોરી 3

 #Sicklecelldiary

Mukesh ...એક સિકલ સેલ વોરિયેર..ઉમર 29 વર્ષ..સિકલ સેલને લીધે વધારે કોઈ તકલીફ નથી પડી..કોલેજ પુરી કરીને ..થોડો સમય નોકરી કરી..પછી થોડો બીમાર રહ્યો અને હોસ્પિટલમાં દાખલ પણ થયો..ત્યાર પછી ગામડે ઘરે આવી ગયો...ખેતીમાં મદદરૂપ થાય છે..દેખાવમાં અને બોલવામાં હોશિયાર છે...હમેશા મારા સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્રમાં આવે છે..હું હમેશા એની સાથે થોડી ચર્ચા કરું છું..એના માં બાપ હમેશા એને લગ્ન કરી લેવા માટે મને સમજાવવાનું કહે છે..હું દર વખતે એને એકજ વાત કરૂ છું.. લગ્ન કરવામાં તને વાંધો શુ છે..એનો એકજ જવાબ હોઈ છે..કે મારા જીવનનું કોઈ ભોરોસો નહિ ..મારા લીધે બીજાને કેમ તકલીફ આપવી..મારી કોઈ આવક નથી..હું ગમે ત્યારે બીમાર પડી શકું..એના કરતાં એકલા રહેવું સારું...આજ એનો જવાબ..હોઈ છે..આવનાર સમયમાં જોઈએ શુ થાય છે..

   તમને આ બાબત જણાવવાનું કારણ એકજ છે કે ઘણી વાર આપણે નાસમજીમાં એવા નિર્ણયો લેતા હોઈએ છીએ જે આવનાર સમયમાં તકલીફો ઉભી કરી શકે છે..જીવન અને મૃત્યુ એ આપણા હાથમાં નથી..સારું અને તંદુરસ્ત જીવન જીવવું એ આપણા હાથમાં છે..હું મુકેશને સારું જીવન જીવવામાં મદદરૂપ થઈશ જેથી એ એનું જીવન સારી રીતે જીવી શકે.. સિકલ સેલ ધરાવતા મિત્રો એ મારું કુટુંબ છે..હું એમને ખુશ અને તંદુરસ્ત જોવા માંગુ છું...

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત