સિકલ સેલ ક્રાયસિસની એક રાત
#sicklecelldiary
#સિકલસેલ ક્રાયસીસની એક રાત
મારી ઉંમર 30 વર્ષની છે..આ 30 વર્ષની ઉંમરમાં મેં ઘણી વાર મોત સામે બાથ ભીડી છે..હું તકદિર વાળો છુ કે આ મોત સામે જીત મેળવી શક્યો છું પરંતુ મારા જેવા તકદિર વાળા ઘણા ઓછા હોઈ છે.ઘણા સિકલ સેલ ધરાવતા મિત્રો આ ક્રાયસિસમાં મોત સામે હારી જતા જોયા છે..
આજે રાત્રે 10 વાગે મને થોડી બેચેની અને શરીરમાં દુઃખાવો હતો જેથી painkiller દવા લઈ સૂઈ ગયો.. રાત્રે 12 વાગે ફરી અચાનક બેકપેન નો એપિસોડ આવ્યો જેથી હું સમજી ગયો કે સિકલ સેલ ક્રાયસીસ હવે ઘરે મેનેજ નહિ થાય..મારા ભાઈ જે ડૉક્ટર છે અને સિકલ સેલ જન જાગૃતી નું પણ કામ કરે છે ..એમને રાત્રે 2 વાગે કોલ કર્યો કે દુઃખાવો થાય છે..હું ગામ રહું છે જેથી મને એમની પાસે બોલાવી લીધો અને અમે સીધા હોસ્પિટલમાં એડમિટ થવા જતા રહ્યા... હોસ્પિટલ પણ અમારા ઓળખીતા ડૉક્ટરનિજ છે જેથી કોઈ તકલીફ પડતી નથી પરંતુ આ બાબતમાં પણ બધા તકદિર વાળા નથી હોતા..હું જે સિકલ સેલ નું દુઃખ ભોગવું છું તે ભગવાન કોઈને ના આપે..ઘણી તકલીફ પડતી હોઈ છે..એટલી બેચેની હોઈ છે કે બેસવું કે ઊંઘવું એમ પણ ખબર નથી પડતી..હોસ્પિટલમાં ઇન્જેક્શન અને પાઈન્ટ,લોહી તપાસ એમ બધી બાજુથી મારો ચાલુ હોઈ.. એક સિકલ સેલ પીડિતની ક્રાયસીસ સફર ઘણી પીડાદાયક અને મોતને હાથ તાળી આપવા વાળી હોઈ છે..તમે તકદિર વાળા હોવ તો જીતી જાવ નહિ તો હોસ્પિટલથી સીધા સ્મશાન..હું દરોજ આવું જીવન જીવું છુ અને મારા જેવું જીવન ઘણા લોકો જીવી રહ્યા છે..આવનાર પેઢીને સિકલ સેલથી બચવા એની જન જાગૃતિજ એક માત્ર આનો ઉપાય છે..
Comments
Post a Comment