GMC Hostel surat

 #dexterdiary

#gmcsmedicalboyshostelcanteen

==

Govt Medical College.Surat

Boys Hostel 

Divakar canteen

  મિત્રો આજે હોસ્ટેલ ગ્રુપમાં દિવકરની કેન્ટિંન ની વાત નીકળી ગઈ.. એમતો હોસ્ટેલ ગ્રુપમાં ઘણી વાતો થતી હોઈ છે..પરંતુ આજે વાત થઈ અમારા દિવાકરની..સુરત મેડિકલ કોલેજમાં જે લોકો ભણી ગયા છે તે દરેક ડોક્ટરના જીવનમાં  દિવાકર અને એની કેન્ટિંનનું નામ અંકિત હશે..boys hostel ની canteen સાથે અમારા જેવા હજારો મેડિકલ સ્ટુડન્ટસ અને ડૉક્ટરોનો નાતો છે..અમારા સુખ અને દુઃખના ભાગીદાર છે...24 × 7 જેની સેવાઓ અવિરત મળતી હોઈ.. મેડિકલ કોલેજમાં એડમિશન મળે એટલે હોસ્ટેલમાં જવું પડે..દરેક મેડીકોના જીવનની આ એક યાદગાર પળ છે..કોલેજ અને હોસ્ટેલ નો એ પ્રથમ દિવસ ..એ દરેક માટે યાદગાર રહે છે..સવારે નાસ્તા માટે કેન્ટિંનમાં જવા માટે પણ ડર લાગે..પછી ધીરે ધીરે એ કેન્ટિંનજ આપણું ઘર થઈ જાય..પાસ થાવ કે ફેલ થાવ બસ કેન્ટિંનમાં જવાનું..દિવાકર બેઠેલો હોઈ અને અરવિંદ પૌવા અને ચા આપે..પાસ થયા હોઈ એ પાર્ટી આપે અને ફેલ થયા હોઈ તેને દિવાર પાર્ટી આપે..અને કહે ફેલ તો તકદિર વાલે હોતે હે..આ શબ્દો ભલે આજે અજુગતા લાગતા હોઈ પરંતુ તે સમયે કોઈ આપણું આપણને સાંત્વના આપતું હોઈ એવું લાગે..દિવાકર જયારે કોલેજમાં ફરતો હોઈ ત્યારે એમ લાગે કે ડીન સાહેબ ફરતા છે...બધાજ દિવકારને ઓળખે ને બોલાવે..તે વખતે એમ લાગતું કે દિવાકરનો વટ છે યાર..મેડિકલ હોસ્ટેલમાં મેસ ચાલતી હોવા છતાં લોકો મૉટે ભાગે કેન્ટિંનમાંજ મળતા..આજે દિવાકર સમય સાથે ઉંમરમાં ઘરડો થઈ ગયો છે પરંતુ હજુ પણ જીંદાદિલી પહેલા જીવીજ છે..અરવિંદ હવે આ દુનિયામાં રહ્યો નથી પરંતુ સુરત મેડિકલ બોયસ હોસ્ટેલ અને દિવાકરની કેન્ટિંન સાથે અમારા સુરત મેડિકલ કોલેજનો ડૉક્ટર મિત્રોની દિલ અને આત્મીય નાતો છે...Dexter માંથી Dr Dexter ની સફરમાં મારી કોલેજ અને હોસ્ટેલ કેન્ટીન નો ઘણો મહત્ત્વનો ફાળો રહ્યો છે..મારા જેવા હજારો ડોક્ટરો આ કેન્ટીન માંથી પસાર થઈ ચૂક્યા છે..અને દિવાકર આજે પણ ત્યાંજ અડીખમ ઉભો છે..મારુ બિલ બાકી છે દીવા..??

દિવાકરની યાદો...અમે બધાજ તને ઘણા યાદ કરીએ છીએ..

Diva your are Best..

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા