સિકલ સેલ ફોઉન્ડેશન

 #SickleCellDiary 

સિકલ સેલ કલીનીક અને જન જાગૃતી તથા શિક્ષણ તરફ સિકલ સેલ સેલ ફોઉન્ડેશન દ્વારા આદિવાસી ગામો ને જાગૃત કરવા પ્રયાસ કરવા અમને મદદરૂપ થવા અપીલ..

અમારી સિકલ સેલની  દરેક આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક રહેશે..

===========

SICKLE CELL AWARENESS FOUNDATIONS.

Reg no-F/1826/Bharuch

Register under Bombay public Trust Act 1950.

=====

Aim and Activities----

અમે છેલ્લા 8 વર્ષથી પણ વધારે સમયથી આદીવાસી વિસ્તારોમાં જેવાકે (School, college,iti, Ashram sala etc education hub) અને આદીવાસી ગામોમાં સિકલ સેલ જન જાગૃતી માટે કાર્યરત છીયે...

  સિકલ સેલ ફોઉન્ડેશન એ એક રજિસ્ટર ngo છે અને આદીવાસી ડોક્ટરો અને માનવજીવન ને સમર્પિત એવા લોકો ને સાથે લઈ કામ કરી રહી છે...

      અમારો ધ્યેય એકજ છે આદીવાસી સમાજ અને આદીવાસી વિસ્તારોમાં સિકલ સેલ વિશે સાચી અને સચોટ માહિતી અને માર્ગદર્શન મળી રહે ..અને લોકો સિકલ સેલ જેવી ગંભીર બીમારીથી માહિતગાર થાય અને આ રોગને અમે બધા સાથે મળી આગળ વધતા રોકવામાં મદદરૂપ બની સકીએ.

    અમે સિકલ સેલ જન જાગૃતિ ઉપરાંત વ્યસન મુક્તિ અને શિક્ષણ ની ઉપીયોગીતા વિશેની જાગૃતિ માટે પણ પહેલ કરી રહ્યા છે...

    હમણાં સુધી અમે અંદાજે 700 થી પણ વધારે સિકલ સેલ સ્ક્રીનીંગ  અને જન જાગૃતિ ના કેમ્પ આદીવાસી વિસ્તારોમાં કરી ચુક્યા છે....

  1)અમે સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર  ની પહેલ (કોડબા)સાગબારા .પ્રકૃત્તિ જનરલ હોસ્પિટલમાં ચાલુ કરી ચૂકયા છે ..જ્યાં અમે દર મહિનાના પ્રથમ રવિવારે સિકલ સેલ રોગ વિશે ફ્રી માં માર્ગદર્શન અને સ્ક્રીનીંગ કરી આપવામાં આવે છે...

2)દર 3 જા રવિવારે અમે તલોદરા( ઝઘડીયા) મુકામે સર્વ રોગ અને સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર ચલાવી રહ્યા છે..સાથે અમે આદિવાસી બાળકોના સર્વાંગી વિકાસ અને શિક્ષણનું મહત્વ વિશે જાગૃત કરવાની પહેલ કરી રહ્યા છે જેથી બાળકો શિક્ષણ તરફ પ્રેરાય અને એમના જીવન ને બહેતર બનાવી શકાય..

3) સાગબારા(નર્મદા)  ખાતે લોક ભાગીદારી થકી અમે એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરી દીધી છે..

4)તલોદરા(ઝઘડીયા) મુકામે અમે સિકલ સેલ રિસેર્ચ સેન્ટર અને સિકલ સેલ કલીનીક તથા બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણનું આયોજન કરી રહ્યા છે

        આવનાર સમયમાં અમે સિકલ સેલ જન જાગૃતી કલીનીકનો વ્યાપ અંદરના આદીવાસી વિસ્તારોમાં અમારી સેવાઓ વિસ્તારવાની નેમ રાખી રહ્યા છીએ....

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત