14 june 22 Blood Dnation Day

 #sicklecelldiary

#14juneworldblooddonationday

રક્તદાન એજ જીવનદાન...આપણે જાણીએ છીએ કે દરેક જીવન માટે રક્ત ઘણું અમુલ્ય છે..અને એને બહાર કોઈ ફેકટરીમાં બનાવી નહિ શકાતું..જેથી લોકોને emergency સમયમાં લોહીની જરૂર પડતી રહે છે..દરરોજ લાખો લોકોને લોહીની જરૂર પડતી હોઈ છે..અને આપણે બધાજ જીવનમાં ઘણી વખત રક્તદાન કરી ચુકીયા છીએ..દરેકે વ્યક્તિ રક્તદાન કરવું જોઈએજ..પરંતુ બ્લડ બેંકોમાં જે રીતે લોહીના રૂપિયા લેવાઈ રહ્યા છે એ જોઈને દુઃખ પણ થાય છે..ઘણી બીમારીઓ માટે લોહી નિઃશુલ્ક આપવાના નિયમો છે અને ઘણી જગ્યાએ મળે પણ છે પરંતુ બીજી ઘણી એવી બીમારીઓ છે જેમાં લોહીના રૂપિયા આપવા પડતા હોઈ છે અને મારા અનુભવ મુજબ એક લોહીના બોટલના 1200 થી 1400 રૂપિયા થતા હોઈ છે...મારી પાસે ઘણા એવા લોકોના ફોન આવતા રહે છે કે લોહી માટે રૂપિયા નથી કે વ્યવસ્થા નથી..તો મારી સરકાર શ્રીને વિનંતી કે આ બ્લડ માટે જે રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે તે બાબતે થોડી વિચારણા કરી બ્લડ ના ચાર્જ થોડા ઓછા કરી દરેક બ્લડ બેંકો પર નોટિસ બોર્ડ પર ચાર્જ એક સરખો રહે એવો કાયદો બનાવે તો લોકોને સુવિધા રહે..

આભાર

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા