આદિવાસી બાળકો અને શિક્ષણ
#sicklecelldiary
#Arambh . Education Initiatives at village
22/5/22 3rd sunday Talodra( jhagadia)..Free sickle cell opd with free education learning centre..
આદિવાસી વિસ્તારો અને બાળકોમાં જે ક્ષમતા અને પ્રતિભાઓ છે એ કોઈનાથી ઓછી નથી જો એમને સારું માર્ગદર્શન મળી રહેતો ઘણા બાળકોમા ઈતિહાસ રચી શકે એવી ક્ષમતા રહેલી છે..આટલા વર્ષોના અનુભવ પરથી એટલું કહીશ કે આદિવાસી બાળકોના માતા/પિતા ને શિક્ષણનું મહત્વ સમજાવવું પડશે.શિક્ષણનો લાભ એનાથી જીવન કેવી રીતે પરિવર્તિત કરી શકાય છે એના ઉધારણ અને જીવન કેટલું મૂલ્યવાન છે એ વિશે ચર્ચાઓ કરવી પડશે..આજે પણ મારી opd માં ઘણા મજૂર વર્ગના લોકો એક પોટલી* (દારૂ) પીધેલી હાલતમાં આવે છે..હું સમજી નથી શકતો કે આ એમની મજબૂરી છે કે આદત કે પછી બીજું કશું.??.(માનસિક પરિસ્થિતિ સમજવી પડશે..) આવા ઘણા મુદ્દાઓ છે જે આદિવાસી સમાજના હિતેચ્છુઓ એ સમજવા અને મનોમંથન કરવા પડશે..અમે સિકલ સેલ નાબૂદીની જંગ લડી રહ્યા છે પરંતુ જયારે ગામડાઓમાં જાવ છુ ત્યારે ખબર પડે છે કે એવા ઘણા મુદ્દાઓ છે જેની જાગૃતિ લાવવી ઘણી જરૂર છે..બુદ્ધિજીવી વર્ગે આ વિશે વિચાર કરવો પડશે કે આદિવાસી સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે..! હવે પછીની લડાઈ એ ફકત જીવન નિર્વાહ માટે નહીં પરંતુ સમાજના અસ્તિત્વ બચાવવા માટેની હશે ??
Dr Dexter
Comments
Post a Comment