Blood donation day 14 june
#sicklecelldiary
#14juneworldblooddonationday
રક્તદાન એજ જીવનદાન...આપણે જાણીએ છીએ કે દરેક જીવન માટે રક્ત ઘણું અમુલ્ય છે..અને એને બહાર કોઈ ફેકટરીમાં બનાવી શકાતું નથી ..જેથી લોકોને emergency સમયમાં લોહીની જરૂર પડતી રહે છે..દરરોજ લાખો લોકોને લોહીની જરૂર પડતી હોઈ છે..અને આપણે બધાજ જીવનમાં ઘણી વખત રક્તદાન કરી ચુકીયા છીએ..દરેકે વ્યક્તિએ રક્તદાન કરવુંજ જોઈએ..પરંતુ બ્લડ બેંકોમાં જે રીતે લોહીના ચાર્જ લેવાઈ રહ્યા છે એ જોઈને દુઃખ પણ થાય છે..ઘણી બીમારીઓ માટે લોહી નિઃશુલ્ક આપવાના નિયમો છે અને ઘણી જગ્યાએ મળે પણ છે પરંતુ બીજી ઘણી એવી બીમારીઓ છે જેમાં લોહીના રૂપિયા આપવા પડતા હોઈ છે અને મારા અનુભવ મુજબ એક લોહીના બોટલના 1200 થી 1400 રૂપિયા થતા હોઈ છે...મારી પાસે ઘણા એવા લોકોના ફોન આવતા રહે છે કે લોહી માટે રૂપિયા નથી કે વ્યવસ્થા નથી..તો મારી સરકાર શ્રીને વિનંતી કે આ બ્લડ માટે જે ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે તે બાબતે થોડી વિચારણા કરી બ્લડ ના ચાર્જ થોડા ઓછા કરી દરેક બ્લડ બેંકો પર નોટિસ બોર્ડ પર ચાર્જ એક સરખો રહે એવો કાયદો બનાવે તો લોકોને સુવિધા રહે..
આભાર
Comments
Post a Comment