Prakruti hospital kodba 29 june અનુભવ

 #sicklecelldiary

#સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર.

#પ્રકૃતિ હોસ્પિટલ. કોડબા( સાગબારા)

પ્રથમ રવિવાર એટલે અમારી ટિમ સાગબરમાં હોઈ અને હું પ્રકૃતિ હોસ્પિટલ ખાતે સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર( નિઃશુલ્ક) માં અમારા સિકલ સેલ મિત્રો સાથે હોવ..આ અમારો નિત્યક્રમ બની ગયો છે છેલ્લા 10 વર્ષથી..હજારો લોકોને સિકલ સેલ માર્ગદર્શન, નિદાન અને દવાઓ સાથે એમના જીવનમાં પગભર થવા મદદરૂપ થવાની કોશિશ કરી રહ્યા છે..નાના સિકલ સેલ પીડિત બાળકો સાથે ઘણી વાતો કરતા રહીએ છીએ..ઘણા બાળકો આશ્રમ શાળાઓ રહી અભ્યાસ કરે છે..દરેકની સાથે દવાઓ સાથે એમના રોજિંદા જીવન વિશે પૂછતો રહું છું જેથી કરી કોઈ પરિવર્તન લાવવાની જરૂર હોઈ તો કહી શકું.મને વિશ્વાસ છે કે સિકલ સેલ મિત્રો મારી દરેક વાતને માને છે અને એને અનુસરે છે..સિકલ સેલ પીડિત લોકોને માર્ગદર્શન સાથે હૂંફ અને પ્રેમાળ વર્તનની ઘણી જરૂર પડતી હોય છે..આજે ઘણા જુના અને નવા મિત્રો સાથે દિવસ પસાર કર્યો... સાથી ડૉક્ટર મિત્રો અને હોસ્પિટલ સ્ટાફનો પણ આ ભગીરથ કાર્યમાં મોટો સિંહફાળો છે...

19 જૂન 2022.રવિવાર..વિશ્વ સિકલ સેલ દિવસે અમે સિકલ સેલ નિદાન કેમ્પ સાથે નિષ્ણાત ડૉક્ટર મિત્રોની ટિમ સાથે પ્રકૃતિ જનરલ હોસ્પિટલ .કોડબા ( સાગબારા ) ખાતે મળીશું...

આભાર

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા