Saharo charitable trust

 #sicklecelldiary

#Helpinghendsgroup organise SPARSH SEMINAR AT.  UMARKHADI . (UMARPADA) સહારો ચેરીટેબલ ટ્રસ્ટ.દ્વારા 5 દિવસીય સેમિનાર રાખવામાં આવેલ હતો..આ ટ્રસ્ટ જે બાળકોના માં/બાપ નથી (અનાથ) છે અને જેમની પરિસ્થિતિ સારી નથી એવા બાળકોની માહિતી લે છે અને પછી એ બાળકોને શિક્ષણ,આરોગ્ય અને બીજી જીવન જરૂરી મદદ કરી આત્મનિર્ભર કરવા માટે પ્રયત્નશીલ છે.2 અનાથ બાળકો સાથે ચાલુ કરેલ પહેલ આજે 5 વર્ષમાં 86 અનાથ બાળકો સાથે આગળ વધી રહી છે..આ ગ્રુપના મિત્રો સાથે એમના બાળકો.પત્નીઓ વિગેરે ખભાથી ખભા મળાવી ને આ અનાથ બાળકોને માં/ બાપની હૂંફ અને પ્રેમ પણ આપી રહ્યા છે..આજે અમારી ટિમ સાથે આ મિત્રોના ભગીરથ અભિયાનમાં અમારું ડોકટર તરીકેનું યોગદાન આપવાનો મોકો મળ્યો અને એમની સેવાકીય પ્રવુતિ વિશે જાણવાનો મોકો મળ્યો.. આ ટીમના દરેક વ્યક્તિ વિશિષ્ટ છે અને વિશિષ્ટ પ્રતિભા ધરાવે છે..એમની સેવાકીય પ્રવૃત્તિ સાથે લાગણી સભર વ્યવહાર અને શિસ્તનું સમતોલ પણું જોવા મળ્યું..સ્પર્શ સેમિનારમાં આ ગ્રુપના મિત્રો પોતાના કુટુંબ સાથે આ બાળકો સાથેજ ત્યાં રહે છે..આ બાળકોને ખરીદી કરવા બઝાર લઈ જવું,પીકનીક લઈ જવું,જીવનના મૂલ્યો શીખવવા વિગેરે પ્રવૃત્તિઓ થકી સારા માણસ બનવા માટે આ બાળકોનું ઘડતર કરી રહ્યા છે..આ ટિમ પાસે કોઈ બીજી આવક નથી પરંતુ એમનો આત્મબળ એટલો છે કે દરેક પ્રવૃત્તિ માટે રસ્તાઓ ખુલતા જતા રહે છે..હેલપિંગ હેન્ડ્સ ગ્રુપ ને અમે અભિનંદન પાઠવીએ છીએ અને એમના દરેક સેવાકીય પ્રવૃત્તિમાં અમારો સાથ અને સહકાર મળતો રહેશે એ આશ્વાસન આપીએ છીએ..અમારી ટીમનો પણ આભાર વ્યક્ત કરું છે જેમનો કિંમતી સમય આ બાળકોને આપ્યો અને માર્ગદર્શન આપીયુ.

આભાર..Dr sanket,Dr Devika,Dr prashant,Dr smit,Dr sandip,Dr vishal,kanubhai & Team..

Helping Hands group ના દરેક સથી મિત્રોનો આભાર..આપ આ ગ્રુપ નો સંપર્ક કરવા ઇચ્છતા હોવ તો રજીતભાઈ વસાવા નો સંપર્ક કરી શકો છો

Ranjitbhai vasava 7359597901


Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત