સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર
#sicklecelldiary
#freesicklecellopd
3/7/22.sunday
મહિનાનો પ્રથમ રવિવાર એટલે સાગબારા..પ્રકૃતિ હોસ્પિટલ. કોડબા ખાતે અમારા સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર પર જવાનો દિવસ...જ્યાં ઘણા સિકલ સેલ ડીસીઝ ધરાવતા મિત્રો અમારી સવારથીજ રાહ જોઇને બેઠા હોઈ છે..દવા,માર્ગદર્શન, તપાસ,ઇન્વેસ્ટિગેશન વિગેરે અમે ત્યાં નિઃશુલ્ક કરી રહ્યા છે..છેલ્લા 10 વર્ષથી અમે સિકલ સેલ જન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે..ગામડાઓ ,સ્કૂલો,કોલેજો, આશ્રમ શાળાઓ વિગેરે જગ્યાએ જઈ સિકલ સેલ જન જાગૃતિના સેમિનાર કરવા,કેમ્પ રાખવા સાથે એમને આત્મનિર્ભર કેવી રીતે બનવું એ પણ સલાહ આપતા રહીએ છીએ..
આજની સિકલ સેલ ઓપડી ઘણી વધારે હતી..125 થી વધારે સિકલ સેલ ડીસીઝ ધરાવતા લોકો આવ્યા અને એમાંથી 60 % જેટલા તો બાળકો હતા...હું જેમ જેમ સિકલ સેલ ડીસીઝ બાળકોની સંખ્યામાં વધારો જોવ છુ ત્યારે ચિંતિત થઈ ઉઠું છું ..કારણ કે જો સિકલ સેલ ડીસીઝ બાળકો પેદા થતા રહ્યા તો આદિવાસી સમાજનું અસ્તિત્વ માટે આવનાર સમય પડકારમય હશે..જો આદિવાસી સમાજ સિકલ સેલ વિશે ગંભીર નહિ થયો તો આવનાર સમય આ સમાજ માટે કઠિન હશે..
Comments
Post a Comment