લોક તંત્ર ..ચૂંટણી અને આદિવાસી વિસ્તારો

 #dexterdiary

    હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામતો જઈ રહ્યો છે..દરેક પક્ષ પોત પોતાની રીતે મતદારોને રીઝવવાના પ્રયત્નોમાં લાગી ગયો છે..

     હું આદિવાસી વિસ્તારોની વાત કરું તો હજુ પણ આદિવાસી વિસ્તારોના લોકો આ લોકશાહી ની ચૂંટણી પ્રક્રિયા માટે જેવા જોઈએ એવા પરિપક્વ થયા નથી..અદિવાસીઓનાં ભોળા પણા નું તક સાધુ લોકો લાભ ઉઠાવી રહ્યા છે અને આ આદિવાસી ગરીબ લોકો ફક્ત એમના વોટનો દુરૂપીયોગ થતો જોઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આદિવાસી નવ યુવાનો એ એક પરિવર્તન નો આલાપ છેડીયો છે પરંતુ આ નવ યુવાનોને રોકવા બીજા ઘણા પરિબળો વિઘ્નો ઉત્પન્ન કરવા રોળા નાખી રહ્યા છે..

  આદિવાસી સામજે હવે એવા લોક પ્રતિનિધિ ને લાવવા પડશે જે લોકો અને એ વિસ્તારોના ઉત્થાન માટે કામ કરી શકે..શિક્ષણ,આરોગ્ય, રોજગારી, કુપોષણ,વ્યસન મુક્તિ,વિસ્થાપન, પેસા કાયદોના અમલીકરણ,અનુસૂચિત વિસ્તારોનું રક્ષણ,આદિવાસી સમાજની રૂઢિ અને પરંપરા મુદ્દાઓ પર ખુલીને સંસદ કે લોકસભામાં પોતાનો અવાઝ બુલંદ કરી શકે એવા લોક પ્રતિનિધીને આદિવાસી સમાજે મોકલવા પડશે...આદિવાસી સમાજે આ બાબતે ચિંતન કરવાની તાતી જરૂર છે..

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત