સિકલ સેલ જન જાગૃતિના 10 વર્ષ
#sicklecelldiary
#missionsicklecellawareness.
છેલ્લા 10 વર્ષેથી સિકલ સેલ જન જાગૃતિ અને સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર અમે સિકલ સેલ અવેરનેસ ફોઉન્ડેશન ના સાનિધ્યમાં ચલાવી રહ્યા છે..હજારો ડોકટરો અને બીજા સહીયોગી મિત્રો સાથે 1 લાખ જેટલા સિકલ સેલ(ટ્રેટ/ડીસીઝ) ધરાવતા મિત્રોને મળી એમની તકલીફો ને સમજી અને બનતી મદદ કરી છે..હું ભૂતકાળ તરફ નઝર કરું તો જ્યારે અમે શરૂવાત કરી હતી ત્યારે અમારી પાસે 1 કે 2 લોકો સિકલ સેલ માટે આવતા...આ સિકલ સિલો 2 વર્ષે જેવો ચાલીયો... લોકો અમને કહેતા કે સાહેબ ભરૂચથી સાગબારા 100 કિલોમીટર તમારો રવિવાર બગાડવા શુ કામ આવો છો..જેમને તકલીફ છે એ લોકોનેજ એમની પડી નથી ને તમે એ સુતેલા લોકોને જગાડવા આવ્યા છો..સમય અને પૈસા એમ બન્ને વેડફી રહ્યા છો...સ્કૂલોમાં જઈ ને એક કલાક આપો તમને સિકલ સેલની માહિતી આપવી છે..એમ કહી કહીને અંદાજે 1200 સ્કૂલો અને કોલેજો સાથે સિકલ સેલ સંવાદ કરી ચુક્યા છે...આજે 10 વર્ષ પછી એક સંતોષ છે કે અમે આદિવાસી સમાજ અને વિસ્તારોમાં થોડીક તો સિકલ સેલ જન જાગૃતિ લાવી શક્યા છે..અમારા માર્ગદર્શન કેન્દ્ર પર હમણાં 200 જેટલા સિકલ સેલ ડીસીઝ ધરાવતા મિત્રી દવા,તપાસ,માર્ગદર્શન(નિઃશુલ્ક) મેળવી રહ્યા છે..લોકો અમને સામેથી ફોન કરી તપાસ અને સારવાર લઈ રહ્યા છે..નવા લગ્ન કરવા વાળા યુવા મિત્રો હવે અમારી સાથે દિલ ખોલીને સિકલ સેલ માટે ચર્ચા કરી રહ્યા છે જે એક સારી નિશાની છે...સિકલ સેલ ને આગળ વધતો રોકવા માટે જન જાગૃતિ,તપાસ અને સિકલ સેલ લગ્ન કુંડળી એજ મહત્વના પાસા છે..જો તમને સિકલ સેલ વિશે માહિતી જોઈતી હોઈ તો અમને સંપર્ક કરી શકો છો.
Dr Dexter
Sickle cell foundation
9924123714
Comments
Post a Comment