આદિવાસી વિસ્તાર ની વાત
#dexterdiary
આદિવાસી વિસ્તારોને અથવા જંગલ કે પહાડી વિસ્તારોને આપણે અંતરિયાળ કે પછાત વિસ્તાર તરીકે ઓળખાતા હોઈએ છીએ..ઘણા લોકોનું એવું માનવું છે કે જંગલ વિસ્તારના લોકો ઓછું ભણેલા અને અધુનિકતાથી દૂર હોઈ છે...પરંતુ મારા અનુભવ પ્રમાણે હું દરેક અંતરિયાળ વિસ્તારો,જંગલો,પહાડો અને આદિવાસી વિસ્તારોમાં રહું છું..લાખો લોકો સાથે વાર્તાલાપ કરું છુ.. એમની જીવન શૈલી વિશે માહિતગાર છુ.. શહેરો અને ગામડાઓનો મને અનુભવ છે..કોન્ક્રીટ અને ઉંચી ઉંચી ઇમારતો,મોલ,પાકા રસ્તાઓ,આધુનિક જીવન શૈલી, ગાડીઓ વિગેરે છે પરંતુ જીવન એક મશીન બની ગયું છે..બાળકો અને વૃદ્ધો એમનું જીવન એકજેસ કરીને જીવી રહ્યા છે..યુવા વર્ગ એમનું ભવિષ્ય બનાવવા દોડી રહ્યું છે..શહેરો ની ઝૂંપડ પટ્ટી ની જિંદગી કદાચ જેણે જીવી છે એને પૂછી લેજો કે કેવી રીતે દિવસો પસાર થતા હોઈ છે..પછાત અને અંતરિયાળ વિસ્તાર કોને કહેવાય એ સમજવું મારા માટે કઠિન છે..પરંતુ મને મારુ ગામડું ગમે છે..અને જીવનનો ઢળતો સમય ત્યાં લોકોની સેવા સાથે વિતાવવાનો મનસૂબો બનાવી લીધો છે..મને મારુ ગામડું ગમે છે..Dr Dexter ની સફર..માંથી...
Comments
Post a Comment