સિકલ સેલ એક નઝર
#sicklecelldiary
સિકલ સેલ એક લોહીની વારસાગત બીમારી છે.. જે સિકલ સેલ પીડિત માતા અને પિતા દ્વારા એના બાળકોને વારસામાં મળે છે..એમ જોવા જઇએ તો આ સિકલ સેલ નામની બીમારી પુરા વિશ્વમાં છે..અને મોટા ભાગે આદિવાસી સમાજ અને જંગલોમાં રહેતા લોકોમાં વિશ્વમાં જોવા મળે છે..ભારતમાં મોટે ભાગે (90 % ) જેટલો સિકલ સેલ આદિવાસી સમાજ અને વિસ્તારોમાં જોવા મળે છે..આ એક એવો રોગ છે જેના પર હજુ પણ આપણે બરાબર લગામ નથી લગાવી શક્યા.. કારણો ઘણા છે..? પરંતુ એની વાત આપણે પછી કરીશું...સિકલ સેલ જાણવા માટે તમારે લોહીની(સિકલિંગ ટેસ્ટ) કરાવવું પડે..પરંતુ આપણે પોતે અને આપણી ગામડાઓની આજુ બાજુ હાલમાં પણ આરોગ્ય સેવાઓ એટલી મજબૂત નથી..કે તરત તમારો HPLC Test થઈ શકે ( આપણે આ વિશે જાગૃત નથી એ આપણી મોટી ભૂલ છે ) જે ને લીધે આપણું આવનાર ભવિષ્ય સિકલ સેલની જાળમાં ફસાતું જઈ રહ્યું છે..સિકલ સેલ નો સીલ સિલો જો આ રીતેજ આગળ વધતો ગયો તો આવનાર 50 વર્ષોમાં આદિવાસી સમાજનું અસ્તિત્વ જોખમાસે.. સિકલ સેલ તમને શારીરિક,માનસિક ,સામાજિક અને આર્થિક રીતે ખતમ કરી દેશે..સિકલ સેલ રોકવા તમારે કોઈ તકલીફ હોઈ કે ના હોઈ ફરજિયાત સિકલ સેલ ટેસ્ટ કરાવવો..લગ્ન પહેલા બન્નેના સિકલ સેલ ટેસ્ટ કરી સિકલ સેલ કુંડળી જોઈને લગ્ન કરાવો.. જો લગ્ન પછી ખબર પડે કે બન્ને ને સિકલ સેલ છે તો પ્રેગ્નન્સી ના પ્રથમ 3 મહિનામાં prenatal diagnostic ટેસ્ટ પણ કરાવો.. તમને કયા પ્રકારનો સિકલ સેલ છે તે પણ HB Electrophoresis test કરાવી જાણી લો..જો તમને સિકલ સેલ ડીસીઝ હોઈ તો ફરજિયાત ડોક્ટર ને બતાવો અને એમણે બતાવેલ દરેક બાબતની કાળજી અને દવા લો..આવનાર પેઢીને સિકલ સેલ થી બચાવવી હોઈ તો આટલું જરૂર કરો..
Dr Dexter..
Comments
Post a Comment